આવતીકાલથી ગાંધીનગરમાં સવારે 8થી સાંજે 8 સુધી શાકભાજી-અનાજ-કરિયાણાની દુકાનો ખુલશે.
ગાંધીનગર :
કોરોના મહામારીને કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 8 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓની લારી-દુકાન બંધનો સામનો કરી રહેલા ગાંધીનગરમાં આવતીકાલથી આંશિક લોકડાઉન ખુલી રહ્યું છે. ગાંધીનગરમાં કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કુલદીપ આર્યએ એક જાહેરનામુ બહાર પાડીને શહેરમાં આવતીકાલથી દૂધ અને દવા ઉપરાંત શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણાની દુકાનો અને લારીઓની કામગીરી ફરી શરૂ કરવાની ઘોષણા કરી છે. દરરોજે સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આ દુકાનો ચાલુ રહેશે. આ માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નિયમોનો ખાસ પાલન કરવાનું રહેશે.