રાષ્ટ્રીય

31 મે સુધી લૉકડાઉન લંબાવાયું : મિઝોરમ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

મિઝોરમ સરકારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની જાહેરાત પૂર્વે મિઝોરમમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિઝોરમમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ 25 માર્ચે આવ્યો હતો. ત્યારબાદ એક પણ નવો કેસ આવ્યો નથી. બીજી તરફ, આસામ સરકારે પણ કેન્દ્રને પત્ર લખીને તાકીદ કરી છે કે 18 મેથી લોકડાઉન વધુ બે અઠવાડિયા માટે લંબાવવામાં આવે.

મિઝોરમમાં હાલમાં કોઇ કોરોના કેસ નહીં

મિઝોરમમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણનો કોઈ સક્રિય કેસ નથી. આખા રાજ્યમાં એકમાત્ર કેસ હતો તે 50 વર્ષનો પાદરી જે એમ્સ્ટરડેમથી પાછો ફર્યા હતાં તે હતો. જોકે હવે તે પણ સ્વસ્થ છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મિઝોરમના આરોગ્ય પ્રધાન ડૉ. આર. લાલથંગલિયાનાએ અગાઉ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના વાયરસ સામેની લડત માટે સંકલન અને તબીબી સુવિધાઓને મજબૂત બનાવવા માટે ખાનગી હોસ્પિટલોના સહયોગથી એક તબીબી અભિયાન ટીમની રચના કરી છે. તે જ સમયે, સરકારે આસામ અને ત્રિપુરાની સરકારથી આગ્રહ કર્યો કે લૉકડાઉનના સમયગાળા દરમ્યાન આંતરરાજ્ય સીમાઓ પર લોકોની અવરજવર રોકી દેવાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x