રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ સહિતના તમામ હોટસ્પોટમાં લૉકડાઉન 31 મે સુધી વધાર્યુ

મુંબઇ :

લોકડાઉન 4 મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આવતીકાલે નવી ગાઈડલાઈનની જાહેરાત થઈ શકે છે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિતના તમામ હોટ સ્પોટ વિસ્તારોમાં 31 મે સુધી લૉકડાઉન લંબાવી દીધું છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન, પૂણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન લંબાવી દેવાયું છે. મહારાષ્ટ્રમાં, કોરોનાને કારણે મૃત્યુઆંક 1000ને વટાવી ગયો છે. એક દિવસ અગાઉ ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક દરમિયાન આ સ્થળોએ પ્રતિબંધો વધારવાની સંભાવના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x