ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 12141 નોંધાયા, કુલ 719 મોત નિપજ્યાં.
ગાંધીનગર :
ગુજરાતમાં પણ કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 395 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 12141 કેસ થયા છે. જ્યારે રાજ્યમાં કુલ 719 મોત નિપજ્યાં છે તેમજ કુલ 5043 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.
• અમદાવાદ : 8945
• રાજકોટ : 82
• સુરત : 1156
• વડોદરા : 700
• ભાવનગર : 114
• કચ્છ : 52
• મહેસાણા : 80
• ગીર સોમનાથ : 28
• પોરબંદર : 05
• પંચમહાલ : 71
• પાટણ : 53
• છોટાઉદેપુર : 22
• જામનગર : 42
• મોરબી : 02
• સાબરકાંઠા : 46
• આણંદ : 83
• દાહોદ : 28
• ભરૂચ : 36
• બનાસકાંઠા : 86
• ગાંધીનગર : 190
• ખેડા : 51
• બોટાદ : 56
• નર્મદા : 13
• અરવલ્લી : 82
• મહીસાગર : 53
• નવસારી : 08
• તાપી : 03
• વલસાડ : 15
• જૂનાગઢ : 12
• સુરેન્દ્રનગર : 10
• દેવભૂમિ દ્વારકા : 12
• ડાંગ : 02
• અમરેલી : 02