લોકડાઉન વચ્ચે પત્રકારો ની સફર
ગાંધીનગર :
અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય એમ લાગે છે. દેશ માં કોરોના ના યુદ્ધ જેવું જ વાતાવરણ બની ગયું છે અને સાથે દેશ ના માનવી ઓ તેનો ભોગ ન બને તે માટે લોકડાઉન જાહેર કર્યું છે. દુનિયા આ જ પરિસ્થિતિ માં છે ત્યારે ભારત પણ આજ ગંભીર પરિસ્થિતિ નો ભોગ બન્યુ છે.
કોરોના જેવા જીવલેણ વાયરસ ના માહોલ માં પોતાના જીવ ના જોખમે પોતાના પરિવાર કે પોતાની ચિંતા કર્યા વગર બીજાને મદદરૂપ થવા ના દ્રઢ સંકલ્પ થી કોરોના વોરિયર્સ રોજ બહાર નીકળે છે અને સહાય માટે આગળ આવે છે. હા વાત થાય છે તમામ અધિકારીઓ, ડૉકટરો, નર્સો, પોલીસ અને સફાઈ કામદારો ની છે. જે કોરોના ના કાળમુખા સમય માં આ કોરોના વોરિયર્સ નિસંદેહ રાત દિવસ જોયા વગર પોતાની ફરજ નિભાવે છે. તેમનું કામ સાચે જ સરાહનીય છે.
આપણા દેશના તમામ લોકોને પોતાના ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે, જયારે બહાર ચાલતી તમામ પરિસ્થિતિ ની ચિંતા કરે છે એવા આપણા પત્રકાર મિત્રો ને તો આપણે ભૂલી જ ગયા છીએ. જે પત્રકાર સરકારની તમામ સૂચનાઓ નિયમો તેમજ સાચી માહિતી ને આપણા સુધી એક કરી ને વિવિધ માધ્યમો દ્વારા જેમકે ટેલિવિઝન, રેડિયો, સોશ્યિલ મીડિયા ની મદદ થી રુબરુ કરાવે છે.
પત્રકાર ને હું એક સૈનિક સાથે સરખાવુ છું કેમકે જેમ સરહદો પર સૈનિક દેશ માટે લડે છે, તેમ પત્રકાર પણ જેમનો અવાજ સરકાર કે જનતા સુધી પહોંચતો નથી તેમના માટે લડે છે. હંમેશા સાચુ લખે છે. કોરોના જેવા કાળ મા પોતાની જાત પર આફત લઈ ને ડર્યા વગર સાચું શું છે તે જનતા સુધી પહોંચાડે છે. રોજ નવા માણસો અને નવા વિસ્તારમાં અનેક વ્યકતિ ને મળી ને નવી ખબર શોધે છે. કોરોના ના શિકાર બનવાની ચિંતા વગર ખૂબ મહેનત કરીને પોતાની ફરજ નિભાવે છે.
પત્રકાર એ લોકતંત્ર નો પહેરેદાર કહી શકાય. તે એક વિશ્વાસપાત્ર માણસ છે. અન્યાય ના વિરુદ્ધ તે લડે છે રાષ્ટ્ર પ્રત્યે તે નિષ્ઠાવાન છે. તે નથી જોતા કે સામે કોઈ નેતા છે કે સામાન્ય માણસ, પણ તેઓ પત્રકાર તરીકે નિષપક્ષ ભાવ થી પોતાનું કાર્ય કરી રહ્યા છે. તેથી તો સરકાર પત્રકારોની ટીંપણી ઉપર પગલા ભરવાનાં હોય છે જયાં ચૂક જણાય ત્યા પ્રેસ ની ટકોર સામે એજ દિશા માં ત્વરિત કામ કરવું પડે છે.
સમાજ માટે કશુક કરવાની ભાવના ના સાથે જે સેવા કરી રહ્યા છે તે પત્રકારો ને નજર અંદાજ કરવા માં આવી રહ્યો છે. પત્રકાર ને પણ ચેપ ન લાગે તે માટે કાળજી રાખવી તે એક સરકાર ની ફરજ છે. જેમ કોરોના વોરિયર્સ ને સહાય મળે છે તેમ પત્રકાર માટે પણ કઈક હોવું જોઇએ. તેમની અવગણના ન થવી જોઇએ.
પત્રકારો વિવિધ રીતે બધાને લોકો ને બહાર ના નીકળે તે માટે અપીલ કરી રહ્યા છે અને સાથે સાથે કોરોના વોરિયર્સ ની જેમ તે પણ પોતાના પરિવાર થી દૂર કોરોના વચ્ચે આપણા સુધી માહિતી પહોંચાડી અને દેશ માટે એક રાષ્ટ્ર્ર પ્રેમ નું ઉદાહરણ પૂરું પડી રહ્યા છે. તો પત્રકાર પર ટીકા કરવાની જગ્યાએ તેમનું પણ સન્માન કરવું જોઇએ. ક્યારેક તો પત્રકાર ને લોકોના ટોળા નો સામનો કરવો પડે છે તો ક્યારેક એવા તત્વો કે જે રાજ્ય તેમજ દેશ માં અશાંતિ ફેલાવા માંગતા હોઈ તેવા લોકો નો સામનો કરવો પડે છે. તો વળી કયાંક ઝાપટ ,ધક્કા ને રસ્તા ઓ પર કુચળાઈ જાય છે. પથ્થર ના હુમલા જેવી સ્થિતિ માંથી તે ખૂબ જ દર્દનાક સમય માંથી પસાર થાય છે. એક સાચા પત્રકાર તરીકેની ફરજ અદા કરતા એ પોતે રણનીતિ બનીને રહી જાય છે.
શું વાંક હોય છે આવા પત્રકારો નો? બસ એમના માટે કાંઈક અલગથી વિચારવાની જરૂર છે. જેથી પત્રકારો પર થતા હુમલા અને તેમજ તેઓને સહન કરવી પડતી હાલાકી માથી બચી શકે. સાથે સાથે દેશના તમામ નાગરિકો એ પત્રકારોને સહકાર આપી અને તેઓનો જુસ્સો વધારવો જોયે ના કે તેઓને હેરાન કરવા જોઈએ.
– હાર્દિકસિંહ ચુડાસમા “હાર્દ “