ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન ૫.૦ : અમદાવાદ-સુરત સહિત ૧૧ શહેરો પર કેન્દ્રીત રહેશેઃ ધાર્મિક સ્થળો, જીમને છૂટ મળશે

નવી દિલ્હી :
લોકડાઉનના પાંચમા તબક્કાની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશે. પાંચમુ ચરણ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા પૂરતુ સિમીત રહેશે. આ શહેરોમાં દેશના કુલ કેસના ૭૦ ટકા કેસ છે. લોકડાઉનના પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે પરંતુ નિયમો અને શરતો રહેશે. કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય. માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સ અનિવાર્ય બનશે. લોકડાઉન ૫.૦ દરમિયાન બધા ઝોનમાં સલૂન અને જીમ ખોલવાની મંજૂરી માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા મળશે. જો કે આ ચરણમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ખોલવાની મંજૂરી નહીં અપાય. સાથોસાથ મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રહેશે. ૫.૦ લોકડાઉનમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઇ શકશે તેવી મંજૂરી અપાશે. લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉન ૫.૦ નેેેેેે લઈને ચાલતી ચર્ચાનેે અફવા ગણાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x