ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના છ પોઝિટવ કેસ મળ્યા
ગાંધીનગર:
ગાંધીનગર જિલ્લામાં આજે છ કોરોના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ત્રણ સ્ત્રી અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે. બે વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. તો ૨૦ દીર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં તા. ૧૨મી જૂનના ૫.૦૦ કલાક બાદ ગાંધીનગર જિલ્લામાં છ કોરોનાના પોઝિટીવ કેસ મળ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં કોલવડા ગામમાં ૩૮ વર્ષીય મહિલા, દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામમાં ૫૫ વર્ષીય આધેડ, માણસા તાલુકાના રિદ્રોલ ગામમાં ૭૩ વર્ષીય પુરૂષ અને કલોલ તાલુકાના જામળા ગામમાં ૫૪ વર્ષીય મહિલા તથા કલોલ શહેરમાં ૬૫ વર્ષીય પુરૂષ અને ૭૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટીવ આવ્યો છે. કલોલ શહેરમાં હાઇપરટેન્શન ઘરાવતા ૬૫ વર્ષીય પુરૂષ અને ડાયાબિટીસ ઘરાવતી ૨૮ વર્ષીય યુવતીનું મૃત્યૃ થયું છે. તેમજ ગાંધીનગર તાલુકામાં ૧, દહેગામ તાલુકામાં ૨, માણસા તાલુકામાં પાંચ અને કલોલ તાલુકામાં ૧૨ મળી કુલ- ૨૦ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેમાં ૯ પુરૂષ અને ૧૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી ૨૭૬ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી ૨૩ ટકા દર્દીઓ સારવાર હેઠળ છે. ૬૮ ટકા દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૮ ટકા જ દર્દીઓનું મૃત્યૃ થયું છે. તેમજ અત્યાર સુધીમાં કુલ- ૩૨૨૧ વ્યક્તિઓના લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં ૨૭૬ વ્યક્તિઓને કોરોના પોઝિટીવ અને ૨૯૪૫ વ્યક્તિઓને કોરોના નેગેટિવ આવ્યો છે.