GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણંય : GST રિટર્ન અને GSTR-3B ફાઇલ નહીં કરનારા લોકોને રાહત.
નવી દિલ્હી :
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 12 જૂનનાં રોજ માલ અને સેવા કર (GST) પરિષદની 40મી બેઠકમાં ભાગ લીધો છે. કોરોના વાયરસનાં સંકટ બાદ આ GST કાઉન્સીલની પ્રથમ બેઠક થઇ છે. આ બેઠકમાં જનતાને રાહત પહોંચાડવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે, “કોરોના સંકટ પહેલા જુલાઇ 2017થી અકિલા જાન્યુઆરી 2020ની વચ્ચેનાં ગાળામાં અનેક લોકોની GST રિટર્ન ફાઇલિંગ એમ ને એમ યથાવત સ્થિતિમાં પડેલી છે. આવાં લોકો કે જેને માથે કોઇ પણ જાતની ટેક્સની જવાબદારી નથી પરંતુ તેઓએ હજી સુધી પોતાનું રિટર્ન અકીલા નથી ભર્યુ તેવાં લોકોએ લેટ ફી નહીં આપવાની રહે જુલાઇ 2017થી લઇને જાન્યુઆરી 2020 સુધી ટેક્સની જવાબદારી હોવાં છતાં ટ્રેડર્સ દ્વારા GSTR-3B ફાઇલ નહીં કરનારા લોકોને પણ રાહત આપવામાં આવી. નાણાંમંત્રીએ જણાવ્યું કે, તેની પર હવે મહત્તમ લેટ ફી 500 રૂપિયા લાગશે. જેનો ફાયદો એક જુલાઇ 2020થી લઇને 30 સપ્ટેમ્બર 2020 સુધી રિટર્ન ફાઇલ કરનારાઓને પણ મળશે. આ સિવાય તે જો મે, જૂન અને જુલાઇ 2020 માટે GSTR-3B સપ્ટેમ્બર સુધી ફાઇલ કરે છે, તો તેઓએ કોઇ લેટ ફી અથવા તો ઇન્ટરેસ્ટ નહીં આપવું પડે.” 5 કરોડ રૂપિયાનાં કુલ ટર્નઓવર વાળા નાના કરદાતા જે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2020નાં GST રિટર્ન 6 જુલાઇ સુધી નહીં ભરે, તેઓને વાર્ષિક 9% નાં વ્યાજ દર સાથે સપ્ટેમ્બર સુધી રિટર્ન ભરવાની છૂટ રહેશે. પહેલા બાકીનાં કર પર વાર્ષિક વ્યાજ દર 18% નક્કી હતો. આવાં કરદાતાને એવી હાલતમાં લેટ ફી અને વ્યાજ નહીં ભરવાનું રહે. જે આ વર્ષે મે, જૂન અને જુલાઇનાં મહીનાઓમાં પુરવઠો પ્રભાવિત થવાને કારણ સપ્ટેમ્બર સુધી GSTR-3B ભરી દેશે. વધુમાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આજે GST રેટ કટ પર કોઇ જ ચર્ચા નથી થઇ. GST કાઉન્સીલની આગામી બેઠક જુલાઇમાં થશે. ત્યારે કંપનસેશન સેસનાં મહત્વનાં મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, જે રાજ્યોએ વળતર આપવું પડ્યું તો તે કોઇ ને કોઇ પ્રકારે દેવું થઇ જશે.