ગાંધીનગર શહેરી વિસ્તાર માટે અનામત કક્ષાના વિધાર્થીઓની ઘોરણ- ૧૧ સાયન્સમાં ૧૭મી જૂનથી પ્રવેશ કાર્યવાહી શરૂ
ગાંધીનગર:
ગાંધીનગર શહેરી વિસ્તારમાં અનામત કક્ષાના વિધાર્થીઓને ધોરણ- ૧૧ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવવા માટેના ફોર્મનું વિતરણ તા. ૧૭ અને ૧૮ મી જૂન દરમ્યાન કરવામાં આવશે, તેવું જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરત વાઢેરે જણાવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરત વાઢેરે વધુમાં જણાવ્યું છે કે, અનામત કક્ષાના વિધાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટેના ફોર્મ તા. ૧૭ અને ૧૮ મી જૂન, ૨૦૨૦ ના રોજ સવારના ૧૦.૩૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન સ્વામી વિવેકાનંદ વિધાવિહાર, સેકટર- ૧૨, ગાંધીનગર ખાતેથી મળશે. ભરેલા ફોર્મ પણ આ બન્ને તારીખ દરમ્યાન આ જ સ્થળ અને સમય દરમ્યાન સ્વીકારવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, તા. ૨૦મી જૂન, ૨૦૨૦ ના રોજ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. આ યાદી સવારના ૧૦.૩૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન સ્વામી વિવેકાનંદ વિધાવિહાર, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે જોઇ શકાશે. તેમજ તા. ૨૨મી જૂન, ૨૦૨૦ ના રોજ સવારના ૧૦.૩૦ કલાક થી ૧૧.૩૦ કલાક દરમ્યાન ઓ.બી.સી., સવારના ૧૧.૩૦ કલાક થી ૧૨.૩૦ કલાક દરમ્યાન ઇ.ડબલ્યુ.એસ., બપોરના ૧૨.૩૦ થી ૧.૩૦ કલાક દરમ્યાન એસ.સી., અને બપોરના ૨.૦૦ થી ૩.૦૦ કલાક દરમ્યાન એસ.ટી. કેટેગરીના ઉમેદવારોની પ્રવેશ પ્રક્રિયા આ સ્થળ ખાતેથી હાથ ઘરવામાં આવશે.