આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ભાજપ સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી- લુટતંત્ર કરે તે કેટલે અંશે વ્યાજબી? : પરેશ ધાનાણી

ગાંધીનગર :
• જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર કરવાને બદલે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારી ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત,જનતા ત્રસ્ત.
• ભાજપ સરકારએ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ વધારીને ૧૩૦ કરોડ ભારતીયો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા લૂટ્યા પણ જનતાને લાભ કેમ ન આપ્યો ? ભાજપ જવાબ આપે
• કોરોનાના કપરા સમયમાં આર્થિક મદદ કરવાને બદલે ભારતનાં નાગરીકો પર “ઇકોનોમિકલ સ્ટ્રાઈક” કેમ ? દેશ જાણવા માંગે છે

વૈશ્વિક મહામારીન પગલે થયેલા ૬૦ દિવસનાં લોકડાઉનમાં ધંધા રોજગાર પડી ભાગ્યા છે સાથોસાથ “બહુત હુઈ મહેગાઈ કી માર અબ કી બાર…:જેવા માત્ર સુત્રો સત્તા મેળવનાર મોદી સરકારનાં સત્તાના ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ ડીઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના ૧૩૦ કરોડ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિમતમાં સતત ઘટાડો થતા દેશના નાગરોકો પાસથી પેટ્રોલ ડીઝલનાં ઉચા ભાવ વસુલવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી.? ભાજપ-મોદી સરકારનાં પેટ્રોલ ડીઝલનાં લુંટતંત્ર પર આકરા પ્રહાર કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજ દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજૂથ થઈને લડી રહ્યો છે જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી પૂરી પાડવા, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર કરવાને બદલે રાત દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત છે. વિશ્વ આખામાં જયારે કાચા તેલનો ભાવ સૌથી નીચા સ્તરે છે બીજીબાજુ કેન્દ્રની ભાજપ સરકાર નિર્દયતાથી સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી કરે તે કેટલે અંશે વ્યાજબી? કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરીકોના ખિસ્સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્સા ખાલી કરવા તેની હંમેશા ચિંતા કરતી ભાજપ સરકાર એક મહિનામાં જ સાત વખત પેટ્રોલ-ડીઝલમાં આકારો ભાવ વધારો એ પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફીકેટ છે. વર્ષ ૨૦૧૪ના મેં માં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂ.૭૧.૪૧ હતો જે આજે ૭૫.૧૬ પ્રતિ લીટર થયો છે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેં માં ક્રૂડ તેલનો ભાવ $ ૧૦૬.૮૫ પ્રતિ બેરલ હતો જે આજે માત્ર $ ૩૮ પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને અપાવાને બદલે દેશના ૧૩૦ કરોડ નાગરીકોને લુટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. જનવિરોધી ભાજપ સરકારે ૪ માર્ચ ૨૦૨૦ થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્ષ વધારી દીધો. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ 10 રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧૬૦૦૦૦ કરોડ નાગરીકો પાસેથી ઉઘાડી લુટ કેમ? તેનો જવાબ ભાજપ આપે.
ગુજરાત રાજ્ય હોય કે દેશ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓને કારણે લાખો યુવાનો બેરોજગારીનાં મારમાં પીસાઈ રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારએ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ વધારીને ૧૩૦ કરોડ ભારતીયો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે બીજી બાજુ પ્રતિ બેરલ ભાવ નીચો હોવા છતાં નાગરીકોને કેમ લાભ આપ્યો નહિ ? ભાજપ સરકારની અણઆવડત, સદંતર નિષ્ફળ વ્યવસ્થાતંત્રને પગલે શાકભાજી,સીગતેલ, કપાસિયા, પામોલીન તેલમાં આગ ઝરતી તેજીએ ગરીબો અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં અસહ્ય વધારો કર્યો છે. “અચ્છે દિન”ની ગાણા ગાતા ભાજપા સત્તાધીશો, આગેવાનો, નેતાઓ જયારે દેશ અને ગુજરાતની જનતાને કોરોના મહામારીમાં સૌથી વધુ જરૂર હતી ત્યારે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. કરવેરા, ભાવવધારો કરી લોકોના ખિસ્સા ખંખરી પોતાની તિજોરી છલકાવતી ભાજપ સરકાર નાગરીકોને સહાય, સુરક્ષા પૂરી પાડવાની સાથે તમામ મોરચે નિષ્ફળ નીવડી છે.

ક્રમ વર્ષ પેટ્રોલનો ભાવ એકસાઈઝ ડ્યુટી પ્રતિ બેરલ ભાવ ટેક્ષમાં વધારો
૧ વર્ષ ૨૦૧૪ ૭૧.૪૧ ૯.૨૦ ૧૦૬.૮૫ ડોલર ૨૩.૫૦
રૂપિયાનો વધારો
૨ વર્ષ ૨૦૨૦ ૭૫.૧૬ ૩૨.૯૮ 38 ડોલર

ક્રમ વર્ષ ડીઝલનો ભાવ એકસાઈઝ ડ્યુટી ટેક્ષમાં વધારો
૧ વર્ષ ૨૦૧૪ ૭૧.૪૧ ૩.૫૬ પ્રતિ લીટર ૨૮.૧૭
રૂપિયાનો વધારો
૨ વર્ષ ૨૦૨૦ ૭૫.૧૬ ૩૧.૩૭ પ્રતિ લીટર

આંતરરાષ્ટ્રીય કરન્સી એક્સચેન્જ દર મુજબ પાકિસ્તાનમાં “પેટ્રોલ”નાં ભાવ રૂ ૩૪.૪૪/લીની સરખામણીએ ભારતમાં રૂ ૭૦.૧૯ પ્રતિ લીટર શું કામે છે?

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x