ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અનુભવાયા ભૂકંપના આંચકા.
ગાંધીનગર :
આજરોજ સાંજે ૮:૧૩ કલાકે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને અમદાવાદના પાલડી અને સરખેજ સહિત જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ તીવ્રતાથી આંચકો અનુભવાયો છે. જેના કારણે આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ ઉપરાંત જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મોરબી, પાટણ, જૂનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા જેવા અન્ય શહેરોમાં પણ આંચકા અનુભવાયા હતા. તેમજ કચ્છમાં તીવ્રતા વધારે હતી 4.5 ની હોવાનું જાણવા મળી રહયુ છે. કચ્છનું ભચાઉ ભૂકંપનું એપિસેન્ટર હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ ૧૨૨ કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ ૫.૮ ની તીવ્રતા હોવાનું જાણવા મળ્યું છે. 2001 પછીનો સૌથી ખરાબ ભૂકંપ હોવાની આશંકા જણાઈ રહી છે. આ ભૂકંપની તીવ્રતા 5.5 છે, જે 2001માં આવેલા ભૂકંપ પછીની સૌથી વધારે છે.
રાજ્યમાં આવેલા ભૂકંપ ના આંચકાઓ ને પગલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ, કચ્છ અને પાટણ જીલ્લાના કલેકટરો સાથે ટેલિફોન પર તાત્કાલિક વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિની જાણકારી મેળવી હતી.