કોરોના વાઇરસને હરાવવા “ Yoga at Home”, “Yoga With Family” ના કન્સેપ્ટથી ગાંધીનગર જિલ્લાવાસીઓ યોગ કાર્યક્રમમાં સહભાગી થયા
ગાંધીનગર:
આયુષ મંત્રાલય, નવી દિલ્હી અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં ૨૧ મી જુન ૨૦૨૦ ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી NON-CONGREGATIVE (એકત્રિત થયા વગર) આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે “YOGA AT HOME”, “YOGA WITH FAMILY” નો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ ધરે રહી પોતાની યોગક્રિયા કરી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના અધિક નિવાસી કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી આર.આર.તુરી સહિત વિવિધ કચેરીના કર્મયોગીઓએ યોગક્રિયાઓ ધરે કરી હતી.