ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મહત્વની જાહેરાત
ગાંધીનગર :
આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં તમામ યુનિવસિર્ટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરાં કાળમાં આવતી કાલથી ગુજરાત ટેક્નોલોજીક યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા યોજાવાની છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વર્ષે તમામ યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વિકલ્પો પણ આપ્યા હતા. જેમાં ઓનલાઈન, ઓફલાઈન અને બંને રીતે પરીક્ષા ન આપી શકે તો અલગથી યોજાનાર પરીક્ષામાં વિદ્યાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી.
આવતી કાલથી GTUની છેલ્લા વર્ષની પરીક્ષાઓનો પ્રારંભ થશે. 350 જેટલા સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે પરીક્ષા યોજાશે. સાથે જ પોલીસ રક્ષણ સાથે પરીક્ષા લેવામાં આવશે.