ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં ‘અનામત યુદ્ધ’: રાવળ દેવ સમાજ અનામતની માગ સાથે મેદાને પડ્યું

ગાંધીનગર:
પટેલો, ઠાકોરો બાદ હવે રાવળ દેવ સમાજે 10 ટકા સ્પેશિયલ અનામત અથવા જનજાતિમાં સમાવવાની માંગ કરી છે. સમાજવતી રજૂઆત કરતાં ગુજરાત રાજ્ય રાવળ-યોગી યુવા સંગઠનના પ્રમુખ મનુભાઈ રાવળે સમગ્ર રાજ્યમાં 35 લાખની વસ્તી ધરાવતા રાવળ દેવ સમાજને વિધાનસભામાં પણ પ્રતિનિધિત્વની રજૂઆત કરી છે.
રાવળ દેવ સમાજની મુખ્ય માંગો
– રાવળ દેવ સમાજ પછાત હોવાથી ઓબીસીની 27 ટકા અનામતમાંથી બાદ કરીને 10 ટકા સ્પેશિયલ અનામત આપો અથવા જનજાતિમાં સમાવેશ કરો.
– ગુજરાતમાં રાવળ દેવ સમાજની આશરે 35 લાખ વસ્તી છે તો જનસંખ્યાને આધારે વિધાનસભામાં સમાજને પ્રતિનિધિત્વ આપો.
– સમાજની સ્માશાનની જગ્યા માટે જે-તે અધિકારીને સુચના આપો.
– ગાંધીનગરમાં સમાજનું છાત્રાલય બનાવવા માટે ભૂતકાળમાં સરકારે જમીન ફાળવી હતી તેનો ફરીથી હુકમ કરો.
– ગુજરાતમાં વિચરતી-વિમુક્ત 40 જાતીમાં સૌથી વધુ રાવળ દેવ સમજાની જન સંખ્યા છે તો આ વિચરતી-વિમુક્ત જામીના નિગમમાં પ્રિતિનિધિત્વ આપો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x