ગાંધીનગરમાં ભયાવહ ટ્રીપલ અકસ્માત: 18 વર્ષિય યુવાનનું માથું 7 ફુટ દુર ફેંકાયુ
ગાંધીનગર:ગાંધીનગરનાં અડાલજથી ઉવારસદ તરફ જતા માર્ગ પર ઉવારસદ પાસેની કર્ણાવતી કોલેજ પાસે ગુરૂવારની સાંજે 3 વાગ્યાનાં અરસામાં ટ્રક, બાઇક તથા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કર્ણાવતી કોલેજમાં ફેશન ડીઝાઇનીંગ વિભાગમાં અભ્યાસ કરતો 18 વર્ષિય પુનાનાં યુવાનનું બાઇક ટ્રક તથા કાર વચ્ચે અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકનુ માથુ ધડથી અલગ પડીને આશરે 7 ફુટ દુર ફંગોળાયુ હતુ અને યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતુ.
માથુ 7 ફુટ દુર ઉડી ગયુ
પુનાનો રહેવાસી યુવાન સાર્થક શાહ ઉવારસદ કર્ણાવતી કોલેજમાં ફેશન ડીઝાઇનીંગનો પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને કોલેજની હોસ્ટેલમાં જ રહેતો હતો. ગુરૂવારે સાર્થક સાંજે 8નાં અરસામાં બાઇક લઇને કોલેજ આવી રહ્યો હતો ત્યારે સામેથી ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઇક ફંગોળાયુ હતુ અને ત્યાંથી પસાર થઇ ઇન્ડીંકા કારમાં ધડાકા ભેર અથડાતા સાર્થકનું માથુ તિવ્ર ઝટકાનાં કારણે 7 ફુટ દુર ઉડી ગયુ હતુ અને બાઇક તથા ધડ કારની આગળ ફસાઇ ગયુ હતુ. અમદાવાદનાં વાસણા વિસ્તારમાં રહેતા સાર્થકનાં મામા દેવાંગભાઇ વોરાએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.