ગાંધીનગરગુજરાત

GTU દ્વારા ઓનલાઇન/ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર.

અમદાવાદ :
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી (GTU) દ્વારા લાંબા મનમંડોળા બાદ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. અંતિમ વર્ષની પરીક્ષા મુદ્દે લાંબી ડામાડોળ બાદ આખરે તંત્રએ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુનાં 60 હજારથી વધારે વિદ્યાર્થીઓ પર આ નિર્ણયનાં કારણે અસર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુ રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી છે જેણે MCQ આધારિત ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરી છે. જીટીયુ દ્વારા 30 જુલાઇએ ઓનલાઇન જ્યારે 17 ઓગસ્ટે ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. પરીક્ષાની જાહેરાત કરવાની સાથે સત્તાધીશોએ જણાવ્યું હતું કે, UGC ની ગાઇડલાઇન અનુસાર ઓનલાઇન અને ઓફલાઇન બંન્ને ફોર્મેટમાં પરીક્ષા આયોજીત કરવામાં આવશે. આ પરીક્ષામાં MCQ ફોર્મેટ લાગુ કરવામાં આવશે. જો કે હજી સુધી માત્ર પરીક્ષાની જ જાહેરાત કરવામાં આવી છે વિષયવાર ટાઇમ ટેબલની વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ જીટીયુ દ્વારા વારંવાર પરીક્ષા મુદ્દે ડામાડોળની સ્થિતીને કારણે ભારે રોષ જોવા મળ્યો હતો. જીટીયુ દ્વારા વ્યવસ્થિત ગાઇડ લાઇન બહાર પાડીને વિષયવાર ટાઇમ ટેબલ બનાવીને જાહેરાત કરવામાં આવે તેવી માંગ છે. તો એક પક્ષ માસ પ્રમોશનનાં પક્ષનું પણ સમર્થન કરી રહ્યો છે. Covid 19ની સ્થિતી જોતા પરીક્ષા ન લેવાય અને યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશન આપવામાં આવે તેવી પણ એક માંગ ઉઠી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x