ગાંધીનગર

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વૈજ્ઞાનિક અભિગમ,સફળતાની સીડી.. વિષય પર વેબિનાર યોજાયો.

ગાંધીનગર :
ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તથા તેમની જીજ્ઞાશાવૃતિ કેળવાય તેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
    છેલ્લા ૨૦ વર્ષથી આ વિજ્ઞાન કેન્દ્રનો અનેક વિદ્યાર્થીઓ એ લાભ લીધો છે. જેમના ઘણા વિદ્યાર્થીઓએ ડોક્ટર, એન્જીનીયર, વૈજ્ઞાનિક, ટેકનોક્રેટ, જેવા ક્ષેત્રોમાં જળહળતી સિદ્ધિઓ મેળવી છે. આ વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન નીચે અત્યાર સુધીમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય લેવલે બાલ વૈજ્ઞાનિક પુરસ્કાર મેળવવામાં સફળ થયા છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન કેન્દ્રની પ્ર્વુંતિઓમાં જોડાઈને વિશિષ્ટ સિદ્ધિઓ હાસલ કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
    હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષીને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા  વૈજ્ઞાનિક અભિગમ, સફળતાની સીડી… વિષય પર અનોખો  વેબિનાર યોજાયો હતો. આ વેબીનારમાં વિષય તજજ્ઞ તરીકે બાળપણથીજ વિજ્ઞાનમાં રસ ધરાવતા બાળ વૈજ્ઞાનિકો માંથી શ્રેષ્ટતાના શિખરે પહોચેલા ત્રોણ યુવાનો જોડાયા હતા.
    પ્રથમ વિષય નિષ્ણાત તરીકે ડો.કૌશલ જાની, પ્રોફેશર અને રિસર્ચર, સોમાની ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ, કડી એ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સંસોધન વૃતિ માટે પ્રેરણા મળે તેવા પ્રયોગો કરવા માટે જણાવ્યું હતું.તેમજ તેઓએ બનાવેલ ડ્રાયવરલેશ કાર, તથા ઓટોનોમસ ડીફેન્સ વિહ્કલ, વિષે રસપ્રદ સમજ આપી હતી. બાળપણમાં તેમને વિજ્ઞાન કેન્દ્રમાં તેઓએ કરેલ પ્ર્વુંતીઓ વિષે પણ બાળકોને જણાવ્યું હતું.
     બીજા વિષય નિષ્ણાત તરીકે શ્રી રુચિત પટેલ, કો-ફાઉન્ડર, સીટીઓ, ઓલઈવેન્ટ્સડોટઇન કંપનીએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન વધુમાં વધુ વૈજ્ઞાનિક પ્ર્વુંતિઓમાં જોડાઈને પોતાની જીજ્ઞાશા વૃતિ સંતોષાય તેવા સત્તત પ્રયત્નો કરતા રહેવાનું જણાવ્યું હતું.તેમજ આજ કાલ ના વિદ્યાર્થીઓ મોબાઈલ માં તેમજ કોમ્પ્યુટરમાં ગેમ રમીને પોતાનો કીમતી સમય બગાડે છે. જેમાં તેમને કઈ શીખવાનું મળતું નથી. રુચીતે વિદ્યાર્થીઓને પોતાના મગજ નો વિકાસ થાય અને નવું શીખવાનું મળે એવી ગેમો રમવાની સલાહ આપી હતી.
    ત્રીજા વિષય નિષ્ણાત તરીકે ડો. અસ્તિત્વ આનંદ,સીનીયર રીસર્ચ ફેલો,ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી. એ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને આપની ધાર્મિક સંસ્કૃતિમાં પણ વિજ્ઞાન કઈ રીતે જોડાયેલું છે તેનું ઉદારણ દ્વારા સમજુતી આપી હતી. બાળપણ માં પોતે બનાવેલ રોકેટ વિષે બાળકો સાથે ચર્ચા કરી હતી.
    નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી,ડો.અનીલ પટેલ એ વિદ્યાર્થીને વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્ર્વુંતીઓ વિષે માહિતી આપી હતી.  તેમજ પીપીટી દ્વારા ત્રણે વિષય નિષ્ણાતો દ્વારા મેળવેલ સિદ્ધિઓ દર્શાવી હતી.
    આ વેબીનારમાં ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓ ,શિક્ષકો,તથા વાલીઓ જોડાયા હતા.વેબીનારને સફળ બનાવવા માટે હાર્દિક મકવાણા, મિત પટેલ, શિવાંગ પટેલ જહેમત ઉઠાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x