ગાંધીનગર

ગાંધીનગરની હોટેલ સ્લીપ ઇનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 21 ઝડપાયા, મહિલાઓ રમાડતી હતી જુગાર

ગાંધીનગર :
ગાંધીનગરના સરગાસણ ચાર રસ્તા પાસેથી જુગારધામ ઝડપાયું હતુ. ચાર રસ્તા પાસે આવેલ પ્રમુખ ટેન્જન્ટ માં હોટલ સ્લીપ ઇનમાંથી 21 જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા. ઇન્ફોસીટી પોલીસે રૂપિયા 15 લાખ 92 હજાર 740 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને મહિલાઓ જુગારધામ રમાડતી હોવાની બાતમી મળી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવતા જુગારધામ ઝડપાયું હતુ. પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x