ગાંધીનગર

નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા નિઓવાઇસ ધૂમકેતુ વિષે જાણીએ વિષય પર વેબિનાર યોજાયો.

ગાંધીનગર :
ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તથા તેમની જીજ્ઞાશાવૃતિ કેળવાય તેવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન થતી વિવિધ ખગોળીય ઘટનાઓ ને વિદ્યાર્થીઓ, નાગરિકો સમજે અને તેના વૈજ્ઞાનિક મહત્વને જાણે તેવા પ્રયત્નો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. 
    અત્યારે સુર્યાસ્ત પછી વાયવ્ય દિશામાં લાંબો લીસોટો જોવા મળે છે. આ લાંબો લીસોટો હકીકતમાં નિઓવાઇસ ધૂમકેતુ છે. દર ૬૮૦૦ વર્ષે આ ધૂમકેતુ નારી આખે દેખાયા છે. જુલાઈ મહિનાની ૨૨ અને ૨૩ તારીખે તે પૃથવીની વધુ નજીક આવશે અને ઓગસ્ટ માસના આરંભ સુધીમાં તે દેખાતો બંધ થઇ જશે. 
    વિદ્યાર્થીઓને નિઓવાઇસ ધૂમકેતુ વિષે જાણકારી મળે અને આ ધૂમકેતુને નારી આખે જોવાનો તેમનામાં રોમાંચ પેદા થાય તે હેતુથી નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વરા નિઓવાઇસ ધૂમકેતુ વિષે જાણીએ વિષય પર વેબિનાર યોજાયો. આ વેબીનારમાં તજજ્ઞ તરીકે નિસર્ગ સાયન્સ સેન્ટરના ડો.અનિલભાઈ પટેલે સેવા આપી હતી. તેમને જણાવ્યું કે અત્યારે સંધ્યાકાળ પછી વાયવ્ય દિશામાં જોવા મળતો નિઓવાઇસ ધૂમકેતુ ૬૮૦૦ વર્ષે સૂર્ય ણી મુલાકાતે આવ્યો છે. જુલાઈની ૩ તારીખે તે પૃથવીની ૪.૩ કરોડ કિલોમીટર નજીકથી પસાર થઇ ગયો. હવે ૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન ૧૦.૩ કરોડના અંતરે થી પૃથ્વીને છેલ્લી સલામ કરીને ઊર્ટના વાદળ તરફ ચાલ્યો જવાનો છે. પૃથ્વી પર વસ્તી માનવ જાતને નિઓવાઇસ ધૂમકેતુ પહેલી વાર જોવા મળ્યો છે એટલે એમના દર્શનનો લાભ ચૂકવા જેવો નથી.નિઓવાઇસ ધૂમકેતુની ધ્યાન આકર્ષક બાબત તેની અનેક કિલોમીટર પૂછડી છે. ગુજરાતીમાં એટલેજ ધૂમકેતુને પુછ્ડીઓ તારો કહે છે. ભ્રમાંડ માં કલાકના ૨૮૧૬ કિલો મીટરની ઝડપે જતો નિઓવાઇસ ધૂમકેતુ લગભગ પાંચ કરોડ કિલોમીટર લાંબી પૂછડી રચતો હોવાનો અંદાજ છે. આ અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેના ફાસલા કરતા ત્રીજા ભાગનું થયું. 
    તેમજ ડો.અનીલભાઈ એ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. આ વેબીનારમાં ૮૪ જેટલા લોકો જોડાયા હતા. આ વેબીનારને સફળ બનાવવા માટે નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયોજક મિત પટેલ, હાર્દિક મકવાણા, શિવાંગ પટેલ જહેમત ઉઠાવી હતી. 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x