ગાંધીનગરમાં એક જ દિવસમાં 52 કોરોનાના કેસ નોંધાયા, જ્યારે 6 મોત થયા.
ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એકજ દિવસમાં શહેર અને જિલ્લામાં નવા 52 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસનો આંકડો 1531 થયો છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 6 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધો છે. આથી જિલ્લામાં મોતનો આંકડો 88 એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાંથી વધુ 17 દર્દીઓ સાજા થતાં જિલ્લાના 973 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનામાં સપડાયેલા બિઝનેશમેન, મેડિકલ ઓફિસર, ક્લાર્ક, કાપડનો વેપારી, દલાલ, લેબ આસિસ્ટન્ટ સહિત સંક્રમિત થયા છે. સંક્રમિત તમામ દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવા નોંધાયેલા કેસમાં GIDCમાં બિઝનેસ કરતા પાલજના 62 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-14 ના 28 વર્ષીય મહિલા મેડિકલ ઓફિસર, સેક્ટર-24નો 27 વર્ષીય લેબ ટેકનીશ્યન કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સેક્ટર-6-બીની 60 વર્ષીય ગૃહિણી અને સેક્ટર-26ની 63 વર્ષીય ગૃહિણી તેમજ સેક્ટર-24ની 56 વર્ષીય ગૃહિણી તથા સેક્ટર-28ના પ્રેસના છાપરામાં રહેતી 55 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે. ઉપરાંત દલાલીનો બિઝનેશ કરતા સેક્ટર-26ના 56 વર્ષીય આધેડ, સેક્ટર-28નો 25 વર્ષીય યુવાન અને સેક્ટર-3-એમાં રહેતા અને સચિવાલય સ્વર્ણિમ સંકુલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા 60 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે.
ગાંધીનગર તાલુકાના પેથાપુરના 56 વર્ષીય બે આધેડ અને શિહોલી મોટીનો 38 વર્ષીય યુવાન તથા રાંધેજાનો 6 વર્ષીય બાળક, અડાલજનો 35 વર્ષીય યુવાન અને 55 વર્ષીય આધેડ સંક્રમિત, જ્યારે સુઘડના 72 વર્ષીય વૃદ્ધ અને ઉનાવાના 43 વર્ષીય યુવાન તેમજ ઉવારસદના 44 વર્ષીય યુવાન અને વલાદની 45 વર્ષીય ગૃહિણીને કોરોના, જ્યારે માણસા તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાંથી 36 વર્ષીય યુવાન, 60 વર્ષીય વૃદ્ધ અને 30 વર્ષીય ગૃહિણી, 93 વર્ષીય વૃદ્ધા તથા 32 વર્ષીય યુવાન અને 59 વર્ષીય આધેડ અને 60 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે પાટણપુરામાંથી વધુ ત્રણ કેસમાં 60 વર્ષીય અને 43 વર્ષીય ગૃહિણી તથા 65 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે.
દહેગામમાં નગરપાલિકા વિસ્તારના 63 વર્ષીય વૃદ્ધ, કડાદરાના 68 વર્ષીય વૃદ્ધ અને સાંપાના 58 વર્ષીય, 55 વર્ષીય આધેડ અને 50 વર્ષીય મહિલા તેમજ પાલૈયાના 60 વર્ષીય વૃદ્ધા અને વાસણા ચૌધરીનો 32 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે કલોલના 10 કેસમાંથી હાજીપુરનો 38 વર્ષીય યુવાન અને જામળાનો 67 વર્ષીય વૃદ્ધ તથા અર્જુનપુરાનો 45 વર્ષીય યુવાન તથા બાલવાનો 58 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાંથી 62 વર્ષીય વૃદ્ધ અને 68 વર્ષીય વૃદ્ધા તથા 47 વર્ષીય યુવાન તેમજ 19 વર્ષીય યુવતી અને 45 વર્ષીય ગૃહિણી તથા 70 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે.
સે-19ના વૃદ્ધાએ 4 સર્વન્ટને સંક્રમિત કર્યા : સે-19માં રહેતા 81 વર્ષીય વૃદ્ધાએ તેમને ત્યાં કામ કરતા સર્વન્ટને સંક્રમિત કર્યા છે. જેમાં 29 વર્ષીય, 45 વર્ષીય, 21 વર્ષીય, 17 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.