ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધ્યું, સુરત/અમદાવાદમાંં કાબૂ બહાર

ગાંધીનગર :

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં 1074 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહમારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1074 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 68,885એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 22 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2606એ પહોંચ્યો છે. જ્યારે 1370 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન 183, અમદાવાદ કોપોરેશન 142, વડોદરા કોપોરેશન 88, રાજકોટ કોપોરેશન 58, સુરત 48, જામનગર કોપોરેશન 46, મહેસાણા 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોપોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18, ગાંધીનગર 17, જુનાગઢ કોપોરેશન 17, નવસારી 17, સુરેન્દ્રનગર 17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13, મહીસાગર 12, મોરબી 12, નર્મદા 12, સાબરકાંઠા 12, અમદાવાદ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોપોરેશન 10, બોટાદ 9, પોરબંદર 9, પાટણ 7, બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1, અન્ય રાજ્ય 5 કેસો મળ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરત 5, સુરત કોપોરેશન 5, અમદાવાદ કોપોરેશન 3, મોરબી 2, વડોદરા કોપોરેશન 2, અમરેલી 1, આણંદ 1, જામનગર કોપોરેશન 1, રાજકોટ કોપોરેશન 1, વલસાડ 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 22 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 51,692 નાગરીકો સાજા થઈ ગયા છે. 2606ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,587 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 86 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 14,501 સ્ટેબલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x