લોકોને દંડને બદલે વધી રહેલા કેસોને કાબુમાં લેવા દિલ્હી મોડેલ લાગુ કરો : AAP
સુરત :
સુરત શહેર અને ગામે વિસ્તાર સહિત જિલ્લામાં કોરોના નો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો રોજગારી ગુમાવી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે લોકોના મનમાંથી કોરોનાનો ભય દૂર થાય અને ધંધા-રોજગાર નિયમિત થાય તે માટે કોરોનાથી સંક્રમિત થતા લોકોનું ઝડપથી સાજા થવાનું પ્રમાણ વધવું જોઈએ અને મૃત્યુનું પ્રમાણ ઘટવું જોઇએ.
કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે લોકોને દંડ ફટકારવાને બદલે સુરતમાં વધી રહેલા કોરોના કેસોને કાબુમાં કરવા માટે દિલ્હી મોડેલ લાગુ કરવામાં આવે એવી રજુઆત સાથે આજરોજ સાંજે 5:00 વાગે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં સુરત આમ આદમી પાર્ટી (AAP) ના હોદ્દેદારો અને કાયઁકરોએ સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી.