મનોરંજન

બોલીવૂડ અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા જશે

મુંબઇ :
બોલીવૂડ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. બોલીવૂડ અભિનેતા સંજય દત્ત ફેંફસાના કેન્સરથી પીડાઇ રહ્યો છે અને તે અમેરિકા સારવાર માટે તાત્કાલિક રવાના થાય તેવી શક્યતા છે. સંજય દત્તના નજીકના એક મિત્રે જણાવ્યું હતું કે, બાબા માટે સારા સમાચાર નથી. તેના પુત્રો નાના છે હાલ માન્યતા અને તેના પુત્રો ચાર મહિનાથી દુબઇમાં લોકડાઉનને કારણે ફસાયા છે. તેમની પત્ની અને પુત્રો માટે આ સમાચાર કપરા આઘાત સમાન છે. જોકે સંજય દત્તે પોતાની હિંમત ગુમાવી નથી તે સાજો થઇ જશે એ બાબતે પોઝિટિવ છે જે તેના માટે બહુ જ સારૂ છે. તેને સારવાર માટે પણ કપરી સારવારમાંથી પસાર થવું પડશે, તેથી જ તે કદાચ ઇલાજ માટે તાત્કાલિક અમેરિકા જવા રવાના થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયાની શરૂઆતમાં સંજય દત્તને શ્વાસની તકલીફ થતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યાં તેનું મેડિકલ પરિક્ષણ કરવામા આવતા આ માઠો રિપોર્ટ જાણવા મળ્યો હતો. જેવી જ સંજય દત્તની બીમારીની ગંભીરતા ફેલાઇ કે અમિતાભ અને અભિષેક બચ્ચન તેમજ સલમાન ખાન જેવા મિત્રોએ ઉત્સુકતાથી સંજયને ફોન પણ કર્યા હતા. પરંતુ સંજય કોઇના પણ કોલ લેવાના મુડમાં નહોતો. જોકે સંજયની હાલની માનસિક પરિસ્થિતિ કથળેલી હોય તે વાસ્તવિકતા છે. સંજયના ચાહકો તેમજ તેમના નજીકના લોકો સંજય જલદી સારો થઇ જાય તેવી પ્રાર્થના અને દુવા માંગી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x