કોરોના વાયરસના વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ, કોરોનામાં કાબૂ મેળવવા માટે હજુ મોડું થયું નથી : WHO
ગાંધીનગર :
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ ચાલી રહેલા વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે કહ્યું કે કોરોના મહામારીને કાબૂમાં મેળવવા માટે હજુ પણ કંઇ મોડું થયું નથી. તેમણે દુનિયાભરના દેશોને અપીલ કરી કે તેઓ કોરોનાને ફેલાતો રોકે જેથી કરીને સમાજને ફરીથી ખોલી શકાય.
ટેડ્રોસને અંદાજો આવી ગયો છે કે આ સપ્તાહે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે કરોડ સુધી પહોંચી જશે. જેમાં લગભગ 7,50,000 લોકોના મોત સામેલ છે. WHOના પ્રમુખ ટેડ્રોસે સોમવારના રોજ કહ્યું કે આ આંકડાની પાછળ ઘણું દર્દ અને પીડા છે. તેમણે વાયરસથી લડવા માટે કોઇ નવી રણનીતિ બતાવી નથી પરંતુ તેમણે વિશ્વ માટે ન્યૂઝીલેન્ડનું ઉદાહરણ મૂકયું અને કહ્યું કે નેતાઓએ ઉપાય કરવા માટે પગલાં ઉઠાવવા જોઇએ અને નાગરિકોને નવા ઉપાયોને અપનાવાની જરૂર છે.
આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડમાં 100 દિવસથી કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. ટેડ્રોસે કહ્યું કે તાજેતરમાં બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોએ જે ઉપાય અપનાવ્યા છે તે નવા કેસને રોકવા માટે જરૂરી ખાસ રણનીતિઓનું એક સારું ઉદાહરણ છે. આ બધાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમરજન્સી સર્વિસીસના પ્રમુખે કહ્યું કે કોવિડ-19 અન્ય વાયરસની જેમ હવામાન પ્રમાણે ચાલતો નથી.
ઇન્ફ્લૂઅંજા જેવા વાયરસ સંક્રમણ જ્યાં મુખ્યત્વે શિયાળામાં થાય છે તો કોરોના વાયરસ મહામારી ગરમીઓમાં પણ પ્રકોપ દેખાડી રહ્યું છે. જ્યારે કેટલાંક વૈજ્ઞાનિકો અને નેતાઓએ પહેલાં પૂર્વાનુમાન વધાર્યું હતું કે ગરમીમાં કોરોના વાયરસની અસર ઓછી થઇ જશે. ડૉ.માઇકલ રિયાને સોમવારના રોજ કહ્યું કે વાયરસે અત્યાર સુધીમાં હવામાનના હિસાબથી પેટર્ન દેખાડી નથી. તેણે સ્પષ્ટ દેખાડ્યું છે કે જો તમે વાયરસ પરથી દબાણ હટાવો છો તો તે ફરીથી પલટો મારે છે.