સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ છલકાયો, 17 ગામોને એલર્ટ અપાયું
ભાવનગર :
સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન ગણાતો શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 5 વર્ષ બાદ ઓવરફ્લો થતાં લોકોમાં હરખ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થતાં 10 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેથી નીચાણવાળા વિસ્તારો સહિત 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમ છલકાતાં ખેતીમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેવાના કારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે અને પાણીનો પ્રશ્ન હલ થયો છે. શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, પર તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર, રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, માયધાર અને મેંઢા ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ સવારે આવકમાં ઘટાડો થતાં 10 દરવાજા બંધ કરવામાં આવ્યા અને 10 દરવાજા 11 ઈંચ ખોલવામાં આવ્યાં છે જેમાંથી 807 કયુસેક પાણીની જાવક થઈ રહી છે.