ગાંધીનગરમાં ડ્રેનેજ સિસ્ટમ માટે 251 કરોડનું ટેન્ડર બહાર પડાયું
ગાંધીનગર :
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની ભૂગર્ભ ગટર લાઇન સહિતનું નવુ નેટવર્ક આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાશે. મહાપાલિકા દ્વારા તેના માટેની યોજના તૈયાર કરી દેવાઇ છે અને રૂપિયા 251 કરોડની આ યોજનાનો ખર્ચ મહાપાલિકા ભોગવશે, તેના માટેના ટેન્ડર બહાર પાડી દેવાયા છે.
મેયરશ્રી રીટાબેન પટેલે જણાવ્યું કે ગટર ઉભરાવાની સમસ્યા આ યોજના પૂર્ણ થવાની સાથે ભૂતકાળ બની જશે. તંત્ર દ્વારા યોજના તૈયાર કરવા સમયે આગામી 40થી 50 વર્ષની જરૂરત અને ત્યારે થનારી વસતીને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે આ દિશામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે.