ગાંધીનગરગુજરાત

અમદાવાદ : મોડીરાત્રે નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થતાં 1નું મોત, 3 દટાયા

અમદાવાદ :
અમદાવાદમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના બની છે. નરોડા વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં એકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં ગત મોડી રાતથી અત્યાર સુધી બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર ફાટક પાસેનું પ્રેમ માર્કેટની બિલ્ડિંગ ગત મોડીરાત્રે એકાએક ધસી પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદમાં બનેલી ગત મોડીરાતની આ દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાટમાળમાંતી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મોડી રાત્રે ફાયર બ્રિગેડની બચાવ કામગીરી અને રેસ્ક્યૂ ચાલી કરી દેવામાં આવ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે ઘણા સમયથી જર્જરિત હાલતમાં આ કોર્મશિયલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x