આંતરરાષ્ટ્રીય

દુનિયાભરમાં કોરોનાની રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે, 8000 જમ્બો જેટની જરૂર પડશે : ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન

મોન્ટ્રીઅલ :
ધ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) ના વડા એલેક્ઝાન્ડર જુલિયાકે કહ્યું હતું કે દુનિયાભરમાં રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે. આઈએટીએના વડાએ કહ્યું હતું કે અત્યારથી એ દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે.
કોરોનાની વેક્સિન શોધવાનો જેટલો પડકાર છે એટલો જ પડકાર તેને દુનિયાભરમાં પહોંચાડવાનો પણ હશે. આઈએટીએના વડાના કહેવા પ્રમાણે દુનિયાના બધા જ દેશોમાં જો સમયસર વેક્સિન પહોંચાડવી હશે તો ઓછામાં ઓછામાં 8000 જમ્બો જેટની જરૂર પડશે. બોઈંગ 747 પ્રકારના 8000 વિમાનો રસીની ડિલિવરી કરશે ત્યારે માંડ બધા દેશો સુધી વેક્સિન પહોંચશે. હજુ સુધી વેક્સિન તૈયાર થઈ નથી, પરંતુ વેક્સિન તૈયાર થશે ત્યારે કેવી રીતે દુનિયાના ખૂણે ખૂણે તેને પહોંચાડાશે તે મુદ્દે સ્વાસ્થ્ય એજન્સીઓ, ફાર્મા કંપનીઓ અને એરલાઈન્સે રૂપરેખા તૈયાર કરી છે. દવાનું ઉત્પાદન થઈ જાય કે તરત જ દવા પહોંચી જાય એવી કોશિશ થશે. આઈએટીએના મતે દુનિયાના બધા જ દેશોમાં તાકીદની અસરથી દવા પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ પડકાર હશે.
આમ તો કાર્ગોમાં ઘણી બધી ચીજવસ્તુઓ આસાનીથી આવી જાય છે, પરંતુ દવાની ડિલિવરી કરવાનું કામ અન્ય ચીજવસ્તુઓની સરખામણીએ વધારે મુશ્કેલ અને પડકારજનક હોય છે. વેક્સિનની ડિલિવરી થાય ત્યારે તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. અમુક વેક્સિનમાં તો ઝીરો ડિગ્રી તાપમાન પણ મેઈનટેઈન રાખવું પડતું હોય છે. તેના કારણે કેટલાય વિમાનો વેક્સિનની ડિલિવરી કરી શકતા નથી.
જે વિમાનોમાં તાપમાન માઈનસમાં લઈ જવાની ક્ષમતા ન હોય તે રસીની ડિલિવરીમાં કામ લાગતા નથી. આઈએટીએના કહેવા પ્રમાણે એશિયન દેશો અને આફ્રિકન દેશો સુધી સુધી ડિલિવરી કરવામાં વધારે મુશ્કેલી પડે છે. એસોસિએશનના વડાએ વિવિધ દેશોની સરકારોને પણ પૂરતી વ્યવસૃથા અને આગોતરી તૈયારી કરવાની અપીલ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x