મનોરંજન

ફિલ્મ અભિનેતા સલમાન ખાન બિગ બોસના રિયાલિટી શોના સેેટ પર 1લી ઓકટોબરે શૂટિંગ શરૂ કરશે

મુંબઇ :
પનવેલના ફાર્મહાઉસમાં પાંચ મહિના સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા પછી સલમાન હવે મુંબઇ આવી ગયો છે. મુંબઇ પાછા આવ્યા બાદ સલમાન બાંદરાના પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં નીચેના મજલે રહી રહ્યો છે. જ્યારે તેના પિતા સલીમ ખાન અને તેનો પરિવાર પહેલા માળે રહે છે. સલમાન બિગ બોસ ૧૪નું શૂટિંગ ૧લી ઓકટોબરથી ફિલ્મ સિટીમાં શરૂ કરી રહ્યો છે. આ પછી તે પોતાની આવનારી ફિલ્મનું શૂટિંગ કરશે.

બિગ બોસ ૧૪નો પ્રથમ એપિસોડ ૪ ઓકટોબર ૨૦૨૦ના રવિવારે પ્રસારિત કરવામાં આવશે. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાઇવ ઓડિયન્સ આ શોમાં જોવા મળશે નહીં. સલમાને શૂટિંગ માટે આખો દિવસ ફાળવી દીધો છે.

આ પછી તરત જ સલમાન પોતાની હોમ પ્રોડકશન ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.. જે ૧૦-૧૨ દિવસનું હશે. આ શૂટિંગ મુંબઇના મહેબૂબ સ્ટુડિયોમાં કરવામાં આવશે.

સલમાનની ફિલ્મનો દિગ્દર્શક પ્રભુદેવા હાલ પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં છે. જોકે સલમાન અને દિગ્દર્શક બન્ને જણા સતત એક બીજાના સંપર્કમાં છે. મુંબઇ આવ્યા પછી પ્રભુદેવાએ હોમ ક્વોરોનટાઇન પણ રહેવું પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x