પાટનગરમાં પાર્ટીપ્લોટના આયોજકોનો નવરાત્રીની ઉજવણીને મોકુફ રાખવાનો નિર્ણય.
ગાંધીનગર :
કોરોનાના કપરાકાળમાં દરેક ઉજવણી ફિક્કી બની ગઇ છે ત્યારે તહેવારોમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ તેમાં ઉત્સાહભેર લોકો જોડાવાના બદલે ઘરે બેસવું મુનાસીફ માની રહ્યાં છે અને સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા તબક્કાવાર ગાઇડલાઇન બહાર પાડીને તેનું કડકપણે અમલ થાય તેની સુચનાઓ પણ આપી રહી છે. ગુજરાતના સૌથી મોટા ઉત્સવ એવા નવરાત્રીનું આગામી દિવસોમાં આગમન થનાર છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા નૃત્ય ઉત્સવ તરીકે જાણીતા થયેલાં આ તહેવારમાં સંક્રમણને અટકાવવું અઘરું બની શકે એમ છે ત્યારે સરકાર દ્વારા પણ હાલમાં આ તહેવારને ધ્યાને રાખી આયોજન કરવું કે નહીં તે અંગે વિચારાધીન છે. આમ ગરબા આયોજકો દ્વારા પણ કોરોનાની મહામારીને ધ્યાને રાખી આયોજન કરવું તે અંગે પણ મુંજવણ ઉભી થઇ છે. પાર્ટી પ્લોટોમાં યોજાતાં ગરબાના આયોજકોએ તો મહોત્સવની ઉજવણીને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે તો સરકાર મંજુરી આપે તો નિતી નિયમોનું પાલન કરીને મહોત્સવને ઉજવવાનો શેરીગરબાના આયોજકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી ગાઇડલાઇનનું પાલન થઇ શકે અને સંક્રમણ વધે નહીં તેની તકેદારી રાખીને શેરી ગરબાનું આયોજન કરી શકાય તેવો મત પણ આયોજકોએ વ્યક્ત કર્યો છે તો મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય અને સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન થઇ શકે નહીં તે માટે પાર્ટી પ્લોટના આયોજકોએ ઉજવણીને રદ કરવાનો પર્ણ નિર્ણય કર્યો છે ત્યારે પાટનગરમાં પાર્ટીપ્લોટના આયોજકોએ નવરાત્રીની ઉજવણીને મોકુફ રાખી છે તો ઘણા શેરી ગરબાના આયોજકોએ સરકાર મંજુરી આપશે તો નવરાત્રી મહોત્સવ યોજવાનો નિર્ણય કર્યો છે.