રાષ્ટ્રીય

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર, ત્રણ તબક્કામાં યોજાશે મતદાન

નવી દિલ્હી :
બિહારમાં ચૂંટણી મહાસંગ્રામનો આગાઝ થઈ ચૂક્યો છે. કોરોના સંકટ કાળમાં દેશમાં યોજાનાર આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી છે.
બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત પાંચ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ચરણ માટે મતદાન 28 ઓક્ટોબર, બીજા ચરણનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ કરવામાં આવશે. તો 10 નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક, બીજામાં તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક અને ત્રીજામાં તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.
કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. આટલું જ નહીં ચૂંટણી દરમિયાન એક લાખ 80 હજારથી વધુ કર્મચારીઓ તહેનાતી પણ કરવામાં આવી શકે છે, જે ગત ચૂંટણીની તુલનાએ અનેક ગણી વધારે હશે. આ ઉપરાંત પોલિંગ સ્ટેશન પર વોટ આપવા માટે પહોંચનારની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી શકે છે. તમામ મતદાન કેન્દ્રો પર મતદાતાઓ માસ્ક લગાવીને અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીને આવે તેવી સલાહ પણ અપાઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા દરેક પોલિંગ બૂથ પર માસ્ક, હેન્ડ ફ્રી સેનેટાઈઝિંગ અને શરીરનું તાપમાન માપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
ચૂંટણી દરમિયાન એક લાખ 80 હજારથી વધુ કર્મચારીઓ તહેનાતી પણ કરવામાં આવી શકે છેમતદાન શરૂ થતાં પહેલાં બૂથને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરીને ડિસ્ઈન્ફેક્ટ કરવાની પણ સુચના આપવામાં આવી છે. બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક પ્રહારો જોવા મળી રહ્યાં છે. રાજકીય પક્ષો એક બીજા પર આરોપ લગાડવા કે કટાક્ષ કરવા માટે પોસ્ટર્સની મદદ લઈ રહ્યાં છે. આ પોસ્ટર પટનાના રસ્તાઓ પર લગાડવામાં આવી રહ્યાં છે.

– બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણઈ યોજાશે

– પ્રથમ તબક્કો:- 71 વિધાનસભા બેઠક પર ચૂંટણી

– બીજો તબક્કો:- 94 વિધાનસભા બેઠક ચૂંટણી

– ત્રીજો તબક્કો:- 71 વિધાનસભા બેઠક પર ચૂંટણી

– પોલિંગ સ્ટેશનની સંખ્ય અને મેન પાવર વધાર્યો

– સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે

– આ બૂથ પર ફક્ત એક હજાર મતદાતા હશે

– 6 લાખ પીપીઈ કીટ રાજ્યની ચૂંટણી પંચને આપવામાં આવશે

– 46 લાખ માસ્કનો વપરાશ થશે

– સાડા સાત લાખ હેન્ડ સેનિટાઈઝરનો થશે વપરાશ

– 6 લાખ ફેસ શિલ્ડનો થશે વપરાશ

બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં 29 નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.
આ વખતે ચૂંટણીમાં 6 લાખ PPE કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે.સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ 6 લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x