દહેગામ આમ આદમી પાર્ટી આજે હાથરસ પીડિતાને આપશે શ્રદ્ધાંજલિ
આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા – શહેર ના ઉપક્રમે આજરોજ તારીખ ૦૪/૧૦/૨૦ રવિવારના રોજ સમય સાંજે ૬:૩૦ કલાકે હાથરસ સામુહિક દુષ્કર્મ પીડિતાને હ્રદયસ્થ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવાનો હોવાથી દહેગામ તાલુકા-શહેરના હોદ્દેદારો,કાયઁકતાઁઓ એ દહેગામ કાયાઁલય ઉપર હાજર રહેવા નમ્ર વિનંતી.. દહેગામ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મનોજભાઈ બ્રહ્મભટ્ટે આ ઘટના વિષે વાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં વાલ્મિકી સમાજની લાચાર-બેબસ દીકરી મનીષા સાથે જે દુષ્કર્મ ની દુર્ઘટના ઘટી છે. તે અત્યંત દુઃખદ અને નિંદનીય છે.જેને આમ આદમી પાર્ટી દહેગામ તાલુકા-શહેર સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. દેશભરમાં રોજબરોજ આવી દુર્ઘટનાઓ બેફામ-બેરોકટોક રીતે વઘી રહી છે. ત્યારે ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર તેને પ્રોત્સાહીત કરી રહી છે ?
વધુમાં મનોજભાઈએ જણાવતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ઢોંગી રાજ્ય સરકાર અને કેન્દ્રની બોદી સરકાર પાસે આમ આદમી પાર્ટી ન્યાયિક-તટસ્થ-નિષ્પક્ષ તપાસ હાથ ધરી દીકરીના પરિવારજનોને યોગ્ય ન્યાય અપાવવા તેમજ ભવિષ્યમાં ભારતના દેશના કોઈપણ ખૂણે આવી કોઇ જ શરમજનક ઘટના ન બનવા પામે તેની તકેદારી રાખવા નમ્રતાપૂર્વક અપીલ કરે છે. દહેગામ તાલુકા-શહેર જનોની અભિપ્રેરક ઉપસ્થિતિમાં મીણબત્તીની જ્યોત જલાવી દેશની દીકરીને હ્રદયસ્થ શ્રદ્ધાંજલિ આપવાની હોવાથી. આમ આદમી પાર્ટી ના દરેક કાર્યકતાઓએ અવશ્ય હાજર રહેવા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ, દહેગામ તાલુકા મહિલા પ્રમુખ નયનાબેન વણકર, દહેગામ શહેર પ્રમુખ હિરેન સોની અને દહેગામ શહેર મહિલા પ્રમુખ રજંનબેન વાઘેલાએ અપીલ કરી છે.