ગાંધીનગરગુજરાત

સરકારની મોટી જાહેરાત: રાજ્યના વધુ 10 લાખ પરિવારોને મળશે રાહત દરે અનાજ

રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી રૂપાણીએ 10 લાખ પરિવારોને પુરતું અનાજ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે ફરી રાજ્યના વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય લેવાયો છે. તમામ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે. રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે.
કોરોના કાળ દરમિયાન સૌથી વધુ મુશ્કેલી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પડી છે. લોકડાઉન સમયે સરકાર દ્વારા આ પ્રકારના પરિવારોને મફતમાં અનાજ પુરુ પાડવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી 50 લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે એનએફએસએના મળવાપાત્ર તમામ લાભો આ વધુ 10 લાખ પરિવારને પણ મળશે.
એનએફએસએમાં સમાવિષ્ટ ન હોય તેવા બીપીએલ પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે.​​​​​​​ આ ઉપરાંત રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x