ટ્રમ્પના સ્વાસ્થ્ય પર ઘેરાયું સસ્પેન્સ: ટ્રમ્પ અને ચીફ ઓફ સ્ટાફના નિવેદન અલગ અલગ
ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટીવ થયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્ય પર સસ્પેન્સ છે. જો કે, ત્રણ નિવેદન આવ્યા છે. ત્રણેયમાં અલગ અલગ વાત કહેવામાં આવી હતી. ટ્રમ્પે એક વીડિયો શેર કરીને કહ્યું કે, હું ઠીક છું. તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસે કહ્યું કે, રાષ્ટ્રપતિમાં જે લક્ષણ જોવા મળ્યા છે, તે ચિંતામાં વધારો કરે છે. તેમની સારવાર ચાલી રહી છે પર્સનલ ફિજીશીયન ડોક્ટર સીન કોનલેના જણાવ્યા પ્રમાણે, પ્રેસિડેન્ટને હવે પહેલા કરતા સારું છે. ટ્રમ્પની સારવાર મેરીલેન્ડના મિલેટ્રી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે પત્ની મેલાનિયા વ્હાઈટ હાઉસમાં ક્વોરન્ટિન છે. દીકરી ઈવાન્કા અને જમાઈ જૈરેડ કુશનરનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી બાજુ, રિપબ્લિકન પાર્ટીએ પ્રચાર માટે નવી રણનીતિ તૈયાર કરી છે. સેનેટર્સની એક ટીમ બનાવવામાં આવી છે. રાષ્ટ્રપતિએ શનિવાર રાતે હોસ્પિટલમાંથી એક વીડિયો શેર કરીને કહ્યું છે કે, હવે મને સારું લાગી રહ્યું છે. એક બે દિવસ જોઈએ શું થાય છે. મને લાગે છે કે ત્યારે સ્થિતિ વધારે સારી રીતે ખબર પડી શકશે. ટ્રમ્પ સૂટમાં જોવા મળ્યા, પણ તેમને ટાઈ નહોતી પહેરી. જેમાં બે વાતો છે. શુક્રવાર રાતે જ્યારે તે હોસ્પિટલમાં આવ્યા હતા, ત્યારે તેમને કહ્યું હતું કે, મને સારું નથી, શનિવારે કહ્યું કે, હવે મને સારું લાગી રહ્યું છે. ટૂંક સમયમાં ફરીથી કામને સંભાળીશ.
— Donald J. Trump (@realDonaldTrump) October 3, 2020
તેમના ડોક્ટર્સે કહ્યું કે, રાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે અને તેમને હવે ઘણું સારું છે. પણ શંકા તેમના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસના નિવેદને વધારી છે. મેડોસે કહ્યું કે, આગામી બે દિવસ ઘણા મહત્વના છે. આ દરમિયાન અમને બિમારીની ગંભીરતા વિશે સાચી માહિતી મળી શકશે. હાલ અમે રિકવરી વિશે કંઈ કહી શકીએ તેમ નથી. સ્પષ્ટપણે નિવેદનોમાં વિરોધાભાસ છે અને કદાચ આટલા માટે રાષ્ટ્રપતિએ પોતે નિવેદન જાહેર કરીને કહ્યું કે, હું ઠીક છું.ટ્રમ્પનો વધુ એક મેસેજ તેમના મિત્ર અને વકીલ રુડોલ્ફ ગિઉલિયાની દ્વારા સામે આવ્યો છે. ગિલાનીના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે મને કહ્યું કે, હું આ બિમારીને હરાવી દઈશ.
જે પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે, તેનાથી માત્ર વ્હેમ વધી રહ્યો છે. સમજવું મુશ્કેલ છે કે વાસ્તવમાં ટ્રમ્પની સ્થિતિ કેવી છે. બીજી એક વાત થઈ. વોલ્ટર રીડ હોસ્પિટલના ડોક્ટર્સે મીડિયાને રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી વધુ માહિતી કે ટાઈમલાઈન નથી આપી. ઘણા સમાચારો પ્રમાણે, ટ્રમ્પ પહેલાથી બિમાર હતા. તેની સાચી માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી નથી.