આંતરરાષ્ટ્રીય

હિપેટાઇટિસ સી વાયરસની શોધ કરનાર ત્રણ વૈજ્ઞાનિકને મળશે નોબલ પુરસ્કા

ફિઝીયોલોજી અને મેડિસિન 2020નું નોબલ પ્રાઇઝ સંયુક્ત રીતે હાર્વે જે ઑલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇઝને આપવામાં આવશે. આ પુરસ્કાર તેમને હિપેટાઇટિસ સી વાયરસની શોધમાં યોગદાન કરવા બદલ આપવામાં આવશે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મૌલિક શોધ દ્વારા એક નોવેલ વાયરસ, હિપેટાઇટિસ સીની ઓળખ કરી હતી. પુરસ્કાર આપનાર સંસ્થાનું કહેવું છે કે આ વર્ષનો નોબલ પુરસ્કાર એ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમણે રક્ત-જનિત હિપેટાઇટિસ વિરુદ્ધ લડાઈમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ એક પ્રમુખ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે. આ કારણે દુનિયાભરના લોકોમાં સિરોસિર અને યકૃત કેન્સરના રોગ થાય છે. આ સ્ટોરી અપડેટ થઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x