નેતાઓની રેલીઓ નથી નડતી, ચૂપચાપ ઉપવાસ પર બેઠેલા 99 વિદ્યાર્થીઓ સામે નોંધાયો ગુનો
ગુજરાત સરકારને ભાજપના નેતાઓના અને મંત્રીઓના ટોળા ટપ્પા, કાર્યક્રમો નથી દેખાતા પણ તેમને સામાન્ય માણસની નાની અમથી વાત પણ દેખાઈ જાય છે ત્યારે ગાંધીનગરમાં ઘમાસાણ મચ્યુ છે. બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે અને એમાંય શિક્ષિત બેરોજગારીએ તો ગુજરાતની કમર ભાંગી નાંખી છે એવામાં કોરોનાની મહામારી અને લોકડાઉને લોકોની આર્થિક હાલત ભૂંડી કરી મૂકી છે. ત્યારે ગાંધીનગરમાં કેટલાક વિદ્યાર્થીઓનું આંદોલન કરવું સરકારને નહોતુ ગમ્યુ અને તેમની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે જીપીએસસી,એસઆરપીના ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યુ છે.
આંદોલન કરી રહેલા ઉમેદવારો સામે ગુનો દાખલ કરાયો છે. 99 ઉમેદવારો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસિઝ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યાં હતા. 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે.