આઈપીએલ ૨૦૨૦: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર
આઈપીએલમાં અત્યાર સુધી 21 મેચ રમાઈ ચુકી છે. ટૂર્નામેન્ટની અડધી સફર પૂર્ણ થવા પર છે. આ દરમિયાન ટીમોના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. દરેક મેચમાં અલગ-અલગ ટીમોનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સના હાથે હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ વધી ગઈ છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સતત હાર બાદ મુશ્કેલીમાં છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે.
આ વખતે મુંબઈ ઇન્ડિયન્સને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો, પરંતુ ત્યારબાદ રોહિતની ટીમે જોરદાર પુનરાગમન કર્યું. 6 મેચમાં 4 જીતની સાથે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં અત્યારે ટૉપ પર છે. પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ છે. યુવાઓની આ ફોજ શાનદાર પ્રદર્શન કરી રહી છે. દિલ્હીને અત્યાર સુધી 5માંથી 4 મેચમાં જીત મળી છે. દિલ્હીનાં ખાતામાં અત્યારે 8 અંક છે. ત્રીજા નંબર પર કોલકાતા નાઇટરાઇડર્સ છે. ચેન્નઈ સામે શાનદાર જીત બાદ કેકેઆર હવે ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. કેકેઆરના ખાતામાં કુલ 6 અંક છે.
વિરાટ કોહલીની ટીમ ચોથા નંબર પર છે. આરસીબીના ખાતામાં 3 જીતની સાથે કુલ 6 અંક છે. પાંચમા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ છે. ચેન્નઈને અત્યાર સુધી ફક્ત 2 જીત મળી છે, જ્યારે ધોનીની ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા નંબર પર છે. સનરાઇઝર્સને ફક્ત 2 મેચોમાં જીત મળી છે. રાજસ્થાન રૉયલ્સની ટીમ સાતમાં નંબર પર છે. રાજસ્થાને અત્યાર સુધી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો 2 મેચમાં તેને જીત મળી છે. આઠમાં નંબરે કિંગ્સ ઇલેવન પંજાબ છે. પંજાબને ફક્ત એક મેચમાં જીત મળી છે.