એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમની લડાકૂ વિમાન સુખોઇથી સફળ ટેસ્ટિંગ
ભારતે મિસાઇલ ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમની લડાકૂ વિમાન સુખોઇ 30MKIથી સફળ ટેસ્ટિંગ કર્યું છે. આ મિસાઇલને રક્ષા અનુસંધાન અને વિકાસ પરિષદએ વિકસિત કર્યું છે. પૂર્વ તટ પર આ મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રુદ્રમ પોતાની રીતમાં એક અલગ જ મિસાઇલ છે. આ મિસાઈલ યુદ્ધ વિમાન મિરાજ 2000, જેગુઆર, તેજસ, તેજસ માર્ક 2ને પણ આ મિસાઇલથી લેસ કરી શકાય છે. આ મિસાઇલના ટેસ્ટિંગ પછી ભારતીય વાયુ સેનાની વ્યૂહાત્મક ક્ષમતામાં વધારો થયો છે. દુશ્મનની વાયુ રક્ષા વ્યવસ્થાને નષ્ટ કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલી આ મિલાઇલ અલગ અલગ ઊંચાઇ વાળી જગ્યા પર પણ કામ કરવામાં સક્ષમ છે.
રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠનએ એકવાર ફરીથી ઈતિહાસ રચ્યો છે. ભારતે આજે એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલને DRDOએ બનાવીલ છે. તેનું પરીક્ષણ સુખોઈ 30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું. ભારતમાં બનાવવામાં આવેલી પોતાની રીતની આ પહેલી મિસાઈલ છે જે કોઈ પણ ઊંચાઈએથી લક્ષ્યાંક સાંધી શકે છે. આ મિસાઈલ કોઈ પણ પ્રકારના સિગ્નલ કે રેડિએશનને પકડી શકે છે. આ સાથે જ પોતાના રડારમાં લાવીને આ મિસાઈલ નષ્ટ કરી શકે છે.
હજુ આ મિસાઈલ ડેવલપમેન્ટ ટ્રાયલમાં ચાલુ છે. પરંતુ તેની ટ્રાયલ પૂરી થયા બાદ બહુ જલદી તેને સુખોઈ અને સ્વદેશી વિમાન તેજસમાં પણ ઉપયોગ થઈ શકશે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહની શરૂઆતમાં જ DRDOએ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપીડોનું સફળ પરીક્ષણ કર્યું હતું. DRDOએ તેનું ઓડિશાના કાંઠા વિસ્તારે પરીક્ષણ કર્યું હતું.