બાર એડિશનલ કલેક્ટરોને આઈએએસમાં નોમિનેશન આપતો હુકમ બહાર પાડ્યો
ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના ઉચ્ચ અધિકારીઓને કેન્દ્ર સરકારે આઈએએસમાં નોમિનેશન આપ્યું છે. મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બાર એડિશનલ કલેક્ટરોને આઈએએસમાં નોમિનેશન આપતો હુકમ બહાર પાડ્યો છે.
કેન્દ્રના મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓને આઈએએસમાં નોમિનેશન આપતી યાદી બહાર પાડી છે. આ એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓમાં ડી.ડી જાડેજા, આર.એમ તન્ના, એ.બી પટેલ, પી.આર જોશી, કે.સી સંપત, આર.એ મિરજા, એમ.કે દવે, પી.ડી પલસાણા, એ.બી રાઠોડ, એન.એન દવે, વી.એન શાહ અને એસ.કે પ્રજાપતિનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર દર વર્ષે સ્ટેટ કેડરના અધિકારીઓને આઈએએસમાં નોમિનેશન આપતી હોય છે. ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓની યાદી કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઑફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગને મોકલવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના બાર એડિશનલ કલેક્ટર રેન્કના અધિકારીઓને આઈએએસમાં નોમિનેશન મળ્યું છે તેમને હવે ડીડીઓ તરીકે નિમણૂંક આપવામાં આવશે.