હવે શ્મશાન ધાટમાં ચૂંટણી કાર્ડ નંબર આપવા પડશે !
હવે શ્મશાન ધાટમાં ચૂંટણી કાર્ડ નંબર બતાવવા પડે તે દિવસો દૂર નથી ત્યારે આવી બનવાથી પરેશાન ન થતા તેના પાછળ ના કારણે પણ હોઇ શકે. ઉલ્લેખનિય છે કે, આવનાર સમયમાં ચૂંટણી પ્રક્રિયા ને સ્વચ્છ અને મજબૂત બનાવવા માટે ચૂનાવ આયોગ મૃતક વ્યકિનું નામ મતદાર યાદી માં તાત્કાલીક હટાવવાના નવી સિસ્ટમ બનાવી રહી છે.
પંજાબના ચૂંટણી અધિકારી ના જણાવ્યાનુસાર ઘણીવાર આરોપ લાગે છે કે મૃતક વ્યકિતના નામ મતદાર યાદીમાં છે અને તેનો પણ મત આપી દેવાયો છે. પરંતુ ચૂનાવ આયોગ આને લઇને ગંભીર વિચારણામાં છે. કોઇ વ્યકિતની મૌત ઉપર શ્મશાન ધાટ માં ભરનારા ફોર્મ માં જલ્દી એપિક નંબર ની પણ કોલમ ઉમેરવામાં આવી શકે. જો મૃતક ના સગા સંબંધી તે સમયે આ નંબર દેવા સમર્થ નહીં હોય તો ડેથ સર્ટીફીકેટ લેતા સમયે આપવા પડે. મહાપાલિકા ના ડેથ સર્ટિફીકેટનો રેકોર્ડને કમ્પ્યુટર ને ચૂંટણી વિભાગના પોર્ટલ સાથે જોડી દેવામાં આવી શકે.
ડેથ સર્ટિફીકેટ આપવાના ક્રમમાં કમ્પ્યુટર માં મૃતક નું નામ એપિક નંબર નાખવામાં આવશે, ચૂનાવ આયોગ ના રેકોર્ડમાં મૃતક નું નામ જાતે જ હટી જાશે. આ યાદી તમામ રાજયસરકારોને પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે.