જમ્મુ કાશ્મીર : હિમસ્ખલનના કારણે સેનાના 10 જવાન શહીદ
કાશ્મીરના બાંદીપોરા ના ગુરેજ સેકટરમાં થયેલ હિમસખલન ની ઘટનાના કારણે સેનાના 10 જવાન શહીદ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરેજ સેકટર-25-26 જાન્યુઆરીની રાત્રે આવેલા બર્ફીલા તોફાનના કારણે સેનાના યુવાનો એ જાન ગુમાવી છે.
25 જાન્યુઆરીના રોજ થયેલ ગુરેજ સેકટરમાં એક આર્મી કેપને નુકશાન થયું હતું. જે પછી સેનાના જવાનો બરફ માં દબાઇ જવાના સમાચાર પ્રાપ્ત થયલ છે. આ દરમિયાન સેના દ્વારા કરાયેલા રેસ્કયુ ઓપરેશનમાં એક જેસીઓ અને છ જવાનોને બર્ફની નીચે થી કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં અત્યારસુધી ત્રણ જવાનોના શબ કાઢવામાં આવ્યા છે.
જયારે બીજા હિમસ્ખલનના કારણે આ પોસ્ટ તરફ આવી રહેલી સેનાની એક પેટ્રોલીંગ પાર્ટી લાપતા થવાી સૂચના મળી છે. જે પછી સેનાએ ખરાબ મોસમમાં રેસ્કયુઓપરેશન ચાલુ કર્યું હતું. મુશ્કેલીનો સામનો કરી સેનાએ અત્યારસુધી 7 જવાનોના શબ હાથે આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં હાલમાં ચાલુ છે.