પરેડ દરમિયાન રક્ષામંત્રી ઉંઘતા કેમેરામાં કેદ
કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પર્રિકર રાજપથ ઉપર ગણતંત્ર દિવસ ની પરેડ પહેલા અમર જવાન જયોતિ ઉપર શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી. પરંતુ સોશિયલ મિડિયા માં લોકોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું ન હતું. દુર્ભાગ્ય રીતે પરેડ દરમ્યાન દેશના રક્ષામંત્રી એક તસ્વીરમાં આંખ બંધ કરી તે સમયે કેમેરામાં કેદ થઇ ગયા હતા. ટિવટર ઉપર આ તસવીર વાઇરલ થઇ હતી. ટવીટર ઉપભોકતાનું માનવું છે કે પર્રિકર સુતા હતા. આ તસ્વીર સામે આવતા સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી અને લોકોએ જુદી જુદી કોમેન્ટો કરી હતી. આવો બનાવ પહેલીવાર નથી બન્યો કે કોઇ રાજનેતા કોઇ કાર્યક્રમ દરમિયાન સુતા નજરે આવ્યા હોય. ગત વર્ષે કેન્દ્રિય કપડા મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉંઘ કરતા નજરે આવ્યા હતા. પી.એમ. મોદી પણ સંસદ સત્રમાં ઉંઘ કરતા નજરે આવ્યા છે.