કોડિનારમાં એક રાજકીય અગ્રણીએ રાજુલાની 14 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ.
કોડીનાર :
સોમનાથના કોડિનારમાં એક 14 વર્ષની સગીરા દુષ્કર્મની ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રતિષ્ઠીત રાજકીય અગ્રણી પર આરોપ લાગ્યો છે. મુળ રાજુલા ગામની અને કોડીનારના મધુવન સોસાયટીમાં નાનીમા સાથે રહેતી 14 વર્ષની એક સગીરા ઉપર રાજકીય અગ્રણીએ સગીરાના મામાની મદદથી તેમના ફાર્મ હાઉસ ખાતે દુષ્કર્મ આચર્યા અંગેની કોડીનાર પોલીસમાં ફરિયાદ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે સગીરાની દાદીએ રાજકીય આગેવાન પ્રવીણ ઝાલા નામના શખ્સ સહિત પીડિતાની નાની અને મામા સહિત ચાર સખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ઘટનાની વિગત મુજબ, 14 વર્ષની સગીરા તેના નાની રહેમતબેન અલારકા બાનવાને સાથે કોડિનારમાં રહે છે. રહેમતબેન અહિંના મધુવન સોસાયટી ખાતે લીલીબેન અશોકભાઈ વાઘેલાના મકાનમાં ભાડે રહેતી હતી. સગીરાના મામા યુસુફશા આગરખાએ તેને ફાર્મ હાઉસ પર કામ કરવા મોકલી હતી. જ્યાં પ્રવીણ ઝાલાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર સગીરાના મામા પ્રવીણ ઝાલાને ત્યા ડ્રાઈવરનું કામ કરતો હતો.
સગીરાના નાની કોડીનારના મધુવન સોસાયટી ખાતે જયાં રહે છે તે મકાનમાં અગાઉ પોલીસે રેડ પાડી બહારથી યુવતીઓને બોલાવી કુટણખાનુ ચલાવાતુ હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે મકાનમાં ભાડે રહેતા રહેમતબેન મકાન માલીક લીલીબેન અને સગીરાના મામા યુસુફશાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં મદદગારી કરી હોવાની પણ સગીરાના દાદીમાંએ ફરિયાદમાં જણાવ્યું છે.
હાલ પોલીસે પ્રવીણ ઝાલા અને સગીરાના મામા, નાની અને મકાન માલિક સામે કલમ 376 114 તથા પોસ્કો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીડિતાના નાની, મામા અને લીલી નામની મહિલાની પોલીસે અટકાયત કરી લીધી છે. જોકે, મુખ્ય આરોપી પ્રવીણ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે.