ગાંધીનગરગુજરાત

કોંગ્રેસે 5 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા. લીંબડી, કપરાડા, ડાંગ ના ઉમેદવાર બાકી

ગાંધીનગર :
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના પર હવે પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ 8 માંથી 5 બેઠક માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની આધિકારિક જાહેરાત કરવામાં આવી છે. જેમાં અબડાસાથી શાંતિલાલ સંઘાણી, મોરબી થી જયંતિલાલ પટેલ, ધારીથી સુરેશ કોટડીયા, ગઢડાથી મોહનભાઇ સોલંકી અને કરજણથી કિરીટસિંહ જાડેજા ચૂંટણી લડશે.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x