ગુજરાત

5 વર્ષમાં અમદાવાદીઓને ફટકારાયો રૂ.૧૫૦ કરોડનો ઈ-મેમો પણ રૂ.૩૯.૫૩ કરોડ જ વસુલાયા

અમદાવાદ શહેરમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. જેના લીધે છેલ્લા ત્રણ વર્ષમાં શહેર ટ્રાફીક પોલીસ દ્વારા ૫૭.૮૦ લાખ વાહન ચાલકોને ઈ- ચલણ મોકલી આપવામાં આવ્યા હતા. નિયમો તો તોડવા પણ એનો દંડ ભરવાની પણ અમદાવાદવાસીઓએ તસ્દી લીધી નથી. પાંચ વર્ષમાં કુલ રૂ. ૧૫૦ કરોડથી વધુના દંડના ઈ-ચલણ ફાટયા જેમાંથી ટ્રાફીક પોલીસ માત્ર રૂ.૩૯.૫૩ કરોડ દંડની રકમ વાહન ચાલકો પાસેથી વસૂલ કરી શકી છે. જયારે હજુ પણ રૂ.૧૦૧.૧૦ કરોડ વાહન ચાલકો પાસેથી વસૂલ કરવાના બાકી છે. આમ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી વસૂલ કરેલ દંડની રકમ કરતા ખર્ચા વધુ થયા હોવાનુ ખુદ પોલીસ વિભાગમાં ચર્ચાઈ રહ્યુ છે.
આટલુ જ નહીં ઈ- ચલણની વસૂલાત માટે પૂર્વ અને પ્રિૃમ વિસ્તારમાં સ્પેશિયલ સ્કવોડ બનાવવામાં આવી છે ત્યારે સ્પેશિયલ સ્કવોડ ઉપર પણ પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં સરેરાશ ૨૦૦૦ કરતા વધુ વાહનો ટ્રાફિક નિયમ ભંગ કરતા હોવાથી ટ્રાફિક પોલીસ ઇ-ચલણ ફટકારી રહી છે. તેની સામે ટ્રાફિક પોલીસ માત્ર ૨૫૦ જેટલા વાહન ચાલકો પાસેથી ઈ-ચલણની વસૂલાત કરી રહી છે.
ટ્રાફ્કિ વિભાગના આંકડા મુજબ ૧૧૨ કરોડથી વધારેની રકમની વસૂલાત કરવાની બાકી છે. આ છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદીઓએ માત્રનેે માત્ર ૩૯ કરોડનો દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. ટ્રાફ્કિ વિભાગે અત્યાર સુધી ૫૭,૮૦,૮૨૫ ઈ-મેમા જનરેટ કર્યા છે. જેમાં ચાર રસ્તા ઉપર સ્ટોપ લાઈનની આગળ વાહન ઊભા રહેતા વાહન ચાલકો ૩૬ લાખ જેટલા હોય તેમને ઈ-મેમા મોકલી આપવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x