વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ અમરેલી ખાતે ગાય માતાને ધાસચારો ખવડાવ્યો
અમરેલી :
અમરેલી જિલ્લાની 94 ધારી વિધાનસભાની પેટા ચૂંટણી તારીખ 03/11/2020 ના રોજ યોજાનાર છે. ત્યારે ધારી ખાતે આજે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસનું ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન થવાનું છે ત્યારે આ પ્રસંગે જવા નીકળતા અમરેલી ખાતે ગાય માતાને ધાસચારો ખવડાવતા નજરે પડ્યા હતા. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ ધારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી સુરેશભાઈ મનુભાઈ કોટડીયા પોતાનું નામાંકન પત્ર ભરશે.
વિધાનસભા વિપક્ષના નેતા શ્રી ધાનાણી લોકોની વચ્ચે રહી અવારનવાર અનેક સેવાઓ કરતા નજરે પડ્યા છે. કોરોનાની મહામારી માં લોકડાઉન ના સમયગાળા દરમ્યાન જરૂરિયાતમંદો માટે રાહત રસોડું ચાલુ કર્યુ હતું. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં રાહત રસોડું ચાલુ કર્યું હતું. ત્યાર બાદ તેમણે શહેરના પશુઓની ચિંતા કરતા સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી લૉકડાઉનમાં ટ્રેક્ટર પર નીકળ્યા હતા. અને આવી સેવાઓમાં ધાનાણી સાથે અનેક લોકો આ સેવામાં જોડાયા હતા.