ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનો નવરાત્રિને લઇ મહત્વનો નિર્ણય, જાણો….

નવરાત્રિને લઇ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સોસાયટી કે ફ્લેટોમાં આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી લેવી જરૂરી નહીં. પરંતુ જાહેર સ્થળો કે માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીના સ્થાપન માટે તેમજ આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી ફરજિયાત લેવી પડશે. અત્રે નોંધનીય છે કે, અગાઉ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખી નવરાત્રિમાં દરેક સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાનાં એક કલાકના કાર્યક્રમ માટે ફરજિયાત પોલીસ પરમિશન લેવાની હતી. એ માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ ફરજિયાત પોલીસની પરમિશન લેવા જવાનું હતું. પરંતુ હાલમાં જ રાજ્ય સરકારે નવરાત્રિમાં સોસાયટી કે ફ્લેટોમાં આરતી માટે પોલીસની પરવાનગી નહીં લેવી પડે તેવો નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જો સોસાયટી કે ફ્લેટમાં એક કલાકની આરતી કે પૂજાના કાર્યક્રમનું આયોજન કરવું હોય તો ફરજિયાત પોલીસની પરવાનગી લેવાની હતી. એ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની હતી. જે અંગે પોલીસ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવત. સાથે જો કોઇ સોસાયટીએ એક કલાકનાં આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન ના લીધી હોત તો તેમની સામે જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવત. પરંતુ અંતે રાજ્ય સરકારે જ નવરાત્રિની પૂજા-આરતીને લઇને મહત્વની જાહેરાત કરી દીધી છે. જેમાં જાહેર માર્ગો સિવાય સોસાયટી કે ફ્લેટોમાં આરતી-પૂજા માટે પોલીસની મંજૂરી લેવી આવશ્યક નહીં હોવાની રજૂઆત કરી છે.
આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ નવરાત્રિને લઇ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગરબાની પરમિશન નથી આપવામાં આવી. એક કલાકનાં કાર્યક્રમમાં સોસાયટી અને ફ્લેટમાં જ્યારે લોકો આરતી-પૂજા માટે ભેગાં થાય તો તેમને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવવું પડશે. આરતીનાં સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટના અંતરનું માર્કિંગ પણ ફરજિયાત છે. આ સાથે માસ્ક અને કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પણ લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x