ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
ગુજરાતના રાજકારણના ભાજપના ભીષ્મપિતામહ તરીકે ગણાતા કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધનના સમાચાર મળી રહ્યા છે.ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયા ના સમાચાર મળી રહ્યા છે. થોડી વાર અગાઉ એવા સમાચાર મળી રહ્યા હતા કે તેમની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પણ હાલ મળી રહેલા સમાચાર અનુસાર કેશુભાઈ પટેલનું નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની થતા તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેશુભાઇ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ કેશુભાઈ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ત્યાર પછી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ખરાબ તબિયતને કારણે ગુજરાત વિધાન સભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું.