Environment Care & Development Charitable Trust દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરાયુ
ગાંધીનગર :
ભારત દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને પર્યાવરણ બચાવવાના હેતુથી ચકલી બચાવો અભિયાનના સંદર્ભે ગાંધીનગરની સંસ્થા Environment Care & Development Charitable Trust દ્વારા ગાંધીનગરના પંચદેવ મંદીર સેકટર 22, DSP કચેરી સેક્ટર 27, સદસ્ય નિવાસ સેક્ટર 21, પોલીસ સ્ટેશન, અડાલજ અને મંદિરોમાં અને જાહેર સ્થળોએ ચકલીના ઘર લગાવવાનું સેવા કાર્ય કરવામાં આવ્યું.
એક સમય હતો કે જ્યારે ચકલી ની ચી ચી ના અવાજ થી લોકોની સવારની ઊંઘ ઊડી જતી હતી. નહની અને પ્યારી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતી આવી છે. પરંતુ આજે આપણે ચકલીઓના આશિયાનાને ઉજાળી દીધા છે અથવા એમ કહીએ કે માનવ જાતને ચકલીની કોઈ ફીક્ર જ નથી રહી આપણા જેમ આ ચકલીઓના પણ ઘર હોય છે. આજે ચકલીનું અસ્તિત્વ અંધારામાં છે. ઘરની ચકલી કહેવાતી આ ચકલી માટે કોઈ ઘર જ નથી. હજારોની સંખ્યામાં રહેતી ચકલી આજ ગણી ચુની બચી છે પરંતુ લુપ્ત થતી ચકલીઓને બચાવવા Environment Care & Development Charitable Trust દ્વારા ચકલી બચાવો અભિયાન શરૂ કરાયુ છે.
ચકલી એક એવું પક્ષી છે જેને જોઈ ને આપણે બધા મોટા થયા છીએ. ઘર ના આગણામાં સવારથી સાંજ સુધી ચી ચી કરતી હતી. આ ચકલી જેને જોઈને આપણું બચપણ વીત્યું તે આજે મુશ્કેલીથી જોઇ શકાય છે. ક્યાં ગાયબ થઇ ગઇ આ સ્ફૂર્તિલી ચકલી ? શું ચકલી ના ગાયબ થવામાં આપણે માણસો જવાબદાર છીએ ? પૌરાણિક માન્યતા ને આધારે ચકલી એક શુભ પક્ષી છે જે ઘર આંગણે ચકલી ચહ ચહાતી રહે ત્યાં સુખ સમૃધ્ધિ અને શાંતિ બની રહે છે. આવો આપણે સાથે મળીને ચકલી માનવ જીવન અને ખેડૂતો અને પર્યાવરણ માટે શુ ઉપયોગી છે એના વિશે ગહન અધ્યન કરીએ. 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી (ગૌરેયા) દિવસ તરીકે મનાવવામાં આવે છે જેથી કરીને લોકો આ પક્ષીના બચાવ માટે જાગૃત થઈ શકે.
પર્યાવરણ અને વૃક્ષો અને પક્ષીઓની રક્ષા અને વિકાસ હેતુ Environment Care & Development Charitable Trust ની સ્થાપના કરવામાં આવી છે. પ્રકૃતિએ મનુષ્ય ને ઘણું બધું આપ્યું છે પરંતુ મનુષ્યએ પ્રકૃતિનો વિનાશ કરવામાં પાછું વળીને જોયું નથી તેથીજ હવે આપણી આવનારી પેઢી માટે એક પ્રદુષણ મુક્ત વિશ્વના નિર્માણ માટે સહયોગી થઈએ. ઉદાર હાથે તન, મન અને ધન થી Environment Care & Development Charitable Trust ને મદદરૂપ થવા સંસ્થા દ્વારા વિનંતી કરાઇ છે.
ગામના ચૌરે ચી ચી કરતી ચકલી,
મીઠા મધુરા ગીત ગાતી ચકલી,
હરા ભરા વૃક્ષો પર ફુદકતી ચકલી.
હર પલ યાદો માં રહેતી ચકલી,
હું નાની બકુડી ચકલી,
મારું જીવન સંકટ માં છે.
હે માનવ મારી મદદ કરો,
હે માનવ મારી રક્ષા કરો.