એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા ખત
નોટબંધી ના કારણે રોકડની મુશ્કેલી લોકો સહી રહ્યા છે. આ બાબતે આરબીઆઇએ મોટી રાહત આપી છે. એટીએમ માંથી હવે એક દિવસમાં 24 હજાર રુપિયા ઉપાડી શકાશે. સોમવારે આરબીઆઇ દ્વારા એટીએમ માંથી ઉપાડવાની રોકડ રકમની મર્યાદાને હટાવી લીધી છે. આરબીઆઇનો આ નિર્ણય તા. 1 ફેબ્રુારી થી અમલી બનશે.
આ પહેલા એક દિવસમાં ફકત 10 હજાર રોકડ ઉપાડવાની સુવિધા અપાઇ હતી. આરબીઆઇએ જણાવ્યું હતું કે અઠવાડીયામાં રોકડ ઉપાડની મર્યાદા હાલમાં પણ તે જ છે. 24 હજાર તમે એક અઠવાડીયામાં ઉપાડો કે એક જ દિવસમાં.
ઉલ્લેખનિય છે કે, ચાલુખાતામાં રોકડ ઉપાડની માર્યાદા હટાવી દેવાઇ છે. આ પહેલા ચાલુ ખાતામાં એક દિવસ માં એક લાખ રુપિયા ઉપાડવાની એક મર્યાદા બાંધવામાં આવી હતી.